અમદાવાદ

અમદાવાદ રેલવે તંત્રએ મુસાફરોને સ્ટેશન પર વહેલા બોલાવ્યા પછી રઝળાવ્યા

આજે અનલોકના પ્રથમ તબક્કાનો પહેલો દિવસ છે. આજથી અનેક શ્રમીક ટ્રેનો ઉપરાંત સામાન્ય ટ્રેન પણ અમદાવાદનાં કાલુપુર સ્ટેશનથી રવાના થઇ હતી. જેમાં જનારા મુસાફરો કાલુપુર સ્ટેશન પર પહોંચ્યા હતા. જો કે જે ટ્રેનનો સમય હોય તે લોકોને જ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. અન્ય તમામ પ્રવાસીઓને ચેક કરીને બહાર બેસાડી દેવામાં આવ્યા હતા. જો કે પ્રવાસીઓ ટોળા વળીને બેસતા સામાજીક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ અંગે રેલવે તંત્રએ પણ સામાજીક અંતર જળવાય તેવી કોઇ તસ્દી લીધી  નહોતી. જેના કારણે સામાન્ય દિવસોમાં જોવા મળે તેવા દ્રશ્યો કાલુપુર રેલવે સ્ટેશ પર જોવા મળ્યા હતા. લોકો ટોળા વળીને બેઠા હતા. કેટલાક લોકો થેલાઓ મુકીને તેના પર સુઇ ગયા હતા. બેસવાની કે પાણીની પણ કોઇ યોગ્ય વ્યવ્સથા કરવામાં આવી નહોતી.

Jun 2, 2020, 12:19 AM IST

વરસાદ માટે પણ લોકડાઉન ખુલ્યું ? અમદાવાદનાં અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ

સમગ્ર દેશના અનેક રાજ્યોમાં આજે કોરોનાને કારણે થયેલા લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી છે. જેના અનુસંધાને ગુજરાતમાં પણ છુટછાટ આપવામાં આવી છે. આજથી સમગ્ર ગુજરાત ફરી એકવાર ધમધમતું થયું છે. જો કે વરસાદ પણ લોકડાઉન ખુલે તેની રાહ જોઇને બેઠો હોય તેમ આજે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

Jun 1, 2020, 09:51 PM IST

ગુજરાત અનલોક થયાનાં પહેલા જ દિવસે 423 નવા કેસ, રિકવરી રેટ 62.61 ટકા હોવાનો દાવો

જે રવિવારે રાજ્યમાં નવા 423 પોઝિટિવ કેસ સામે આવ્યા  છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 17217 પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં 25 લોકોના મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં 22 લોકોના થયા છે.ઉપરાંત સુરતનાં 2, અરવલ્લીમાં 1 મૃત્યુ નિપજ્યું છે. આ પ્રકારે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1063 પર પહોંચ્યો છે. તો સૌથી વધુ 861 દર્દીઓ સારવાર લઇને રિકવર થયા છે. તો કુલ રિકવરનો આંકડો 10780 થયો છે. ઉલ્લેખનીય છે કે, આજથી રાજ્યમાં છુટછાટ સાથે તમામ વેપાર ધંધા અને ઉદ્યોગ શરૂ કરવાની છુટછાટ આપવામાં આવી છે. ત્યારે આ આંકડો ચિંતાજનક તો છે પરંતુ હવે આંકડાઓ વધારે ચોંકાવનારા આવી શકે છે. 

Jun 1, 2020, 08:49 PM IST

દારૂબંધી છે કે ? લોકડાઉન ખુલતાની સાથે જ અમદાવાદમાં લાંબી લાઇનો લાગી!

સરકાર દ્વારા જૂન મહિનામાં અનલોકડાઉન 1ની શરૂઆત કરવામાં આવી છે. જેના હેઠળ સમગ્ર ગુજરાતમાં ચોક્કસ નિયમો સાથે મોટા ભાગની છુટછાટ આપી દેવામાં આવી છે. જો કે લોકડાઉન ખુલતાની સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જે સૌથી પહેલા દારૂ લેવા માટે પહોંચી ચુક્યા છે. પરમિટેડ વાઇન શોપ ખાતે લિકર લેવા માટે વહેલી સવારથી જ ભીડ જોવા મળી હતી. 

Jun 1, 2020, 05:49 PM IST

ભાજપના ધારાસભ્ય બલરામ નથવાણી કોરોનાની ચપેટમાં

ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ હવે નરોડાના ધારાસભ્ય બલરામ નથવાણી પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આજે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Jun 1, 2020, 03:37 PM IST

એએમસીએ યુઝ્ડ માસ્કનો નિકાલ કરવા માટે અપનાવ્યો નવતર પ્રયોગ

યૂઝ એન્ડ થ્રો માસ્કનો ઉપયોગ કર્યા બાદ તેનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જરૂરી છે. માસ્કના વપરાશ બાદ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 

Jun 1, 2020, 03:24 PM IST

રાજકોટ: બોટાદના 'વેદ'એ આપ્યું ત્રણ જિંદગીને જીવન, થઇ ગયો અમર, સમાજને ચિંધી નવી રાહ

રાજકોટમાં આજે પ્રથમ વખત સૌથી નાની વયના બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. બોટાદના માધ્યમ વર્ગના 2 વર્ષીય 'વેદ'ને બ્રેઇન ટ્યુમર હોવાથી રાજકોટમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થયું હતું. પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયા 'વેદ'ને અન્ય જિંદગીમાં હૈયાત રાખવાનો નિર્ણય કર્યો હતો. વેદની બન્ને કિડની અને આંખો દાન કરી અને 'વેદ' એક નહિ પણ ત્રણ-ત્રણ જિંદગીને જીવન આપી ગયો છે.

Jun 1, 2020, 03:00 PM IST

જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાયો નિર્ણય, સાદગીપૂર્વક નિકળશે જગન્નાથ રથ યાત્રા

અમદાવાદમાં આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રીઓની બેઠક યોજાઇ હતી તેમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂને યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Jun 1, 2020, 12:57 PM IST

અનલોક 1 નો પ્રથમ દિવસ: અમદાવાદના મુખ્ય બ્રિજ ખુલ્લા મુકાયા, તો ક્યાંક શહેરીજનોએ હટાવ્યા બેરીકેટ્સ

બ્રિજ સોમવારથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બ્રિજ પર લોકોની અવર જવર સામન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. જુના અમદાવાદ અને નવા અમદાવાદ જોડતો બ્રિજ એટલે એલિસબ્રિજ પર લોકો પોતાના નોકરી ધંધા માટે જતા નજરે પડ્યા સાથે દરેક વ્યક્તિએ માસ્ક પહેરી નજરે પડી રહ્યા છે. 

Jun 1, 2020, 10:46 AM IST
Fatafat Khabar: Total Of 16,794 Positive Cases Of Coronavirus In State PT17M49S

ફટાફટ ખબર: રાજ્યમાં કોરોનાના કુલ 16,794 પોઝિટિવ કેસ

Fatafat Khabar: Total Of 16,794 Positive Cases Of Coronavirus In State

May 31, 2020, 10:50 PM IST
Samachar Gujarat: Important News Of State May 31 PT18M54S

આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં ઊમિર્લાબેને ફરજ ન છોડી

‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે....? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વીડિયો કોલિંગ દ્વારા મેં નિહાળ્યા.... દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના....‘કોરોના’શબ્દ એ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે. પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58 માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. પુત્ર અને પુત્રવધુ બંન્ને જણા મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે. ઘર ખાધે-પીધે સુખી છે. 

May 31, 2020, 07:55 PM IST

આવતીકાલથી અમદાવાદના તમામ બ્રિજ ખોલી દેવાશે, માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાશે

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાઈ રહેલા અનેક પગલાઓની સમીક્ષા માટે આજે બેઠક મળી હતી. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદના જે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, તે ઉઠાવી લેવામાં આવ્યો છે. આવતીકાલથી તમામ બ્રિજને અવરજવર માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામા આવ્યો છે.  

May 31, 2020, 07:23 PM IST
All The Bridges In Ahmedabad Will Be Open From Tomorrow PT2M39S

આવતીકાલથી અમદાવાદના તમામ બ્રિજ ખુલ્લા મુકાશે

All The Bridges In Ahmedabad Will Be Open From Tomorrow

May 31, 2020, 07:10 PM IST
Rainfall In Gondal Diocese Of Rajkot PT8M52S
Fatafat Khabar: Heavy Rains Forecast For June 4 And 5 In The State PT18M56S

ફટાફટ ખબર: રાજ્યમાં 4 અને 5 જૂન અતિભારે વરસાદની આગાહી

Fatafat Khabar: Heavy Rains Forecast For June 4 And 5 In The State

May 31, 2020, 07:00 PM IST
Early Rains In Khambha Diocese Of Amreli PT1M12S

અમરેલીના ખાંભા પંથકમાં આગોતરા વરસાદ

Early Rains In Khambha Diocese Of Amreli

May 31, 2020, 06:50 PM IST