નવી દિલ્હી : કેન્દ્રની મહત્વકાંક્ષી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં 55 કરોડ લોકોને લાભ મળશે પણ શરૂઆતમાં 10.74 કરોડ પરિવારને જ એનો લાભ ઉઠાવી શકશે. હવે સરકાર 2011ની જનગણનાના સામાજિક-આર્થિક જાતિ આધારિત જનગણનાને આધાર બનાવીને એના ડેટાબેઝ પરથી લાભાર્થીઓની પસંદગી કરી રહી છે. આ સિવાય સરકાર કેન્સરના દર્દીઓને આ યોજના હેઠળ મોટી રાહત આપી શકે છે અને એનો લાભ લેવા માટે કોઈ પ્રકારના હોસ્પિટલાઇઝેશનની જરૂર નહીં હોય. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્યુમર બોર્ડના નિર્દેશોને માનીને સરકાર માત્ર કેન્સરના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થયા વગર ઇલાજનો ખર્ચ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડાએ કરેલી જાહેરાત પ્રમાણે  29 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોએ સહમતિ પત્ર પર સાઇન કર્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાઇલટ પ્રોજેક્ટ પર 16 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ યોજના 25 સપ્ટેમ્બર લાગુ થઈ જશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી જરૂરી આધાર કાર્ડ છે. જેની પાસે આધાર કાર્ડ નથી તેમને આ વીમા યોજનાનો લાભ નહીં મળે. 


www.abnhpm.gov.in સાઇટ પર જઈને લાભાર્થીઓની યાદીમાં તમારું નામ ચેક કરો. એ ધ્યાન રાખો કે આ વીમો ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે આધાર કાર્ડ હશે. જો આધાર કાર્ડ ન હોય તો એને તાત્કાલિક બનાવી લો. સરકારનું લક્ષ્ય 55 કરોડ લોકોને આ વીમાનો લાભ આપવાનું છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...