Mukesh Ambani And Nita Ambani : રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલ રામ મંદિરના નિર્માણ માટે જેઓએ પણ સહયોગ આપ્યો છે, જેઓએ દાન કર્યુ છે, તેમજ દેશભરની હસ્તીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલવામા આવી રહ્યું છે. આ વચ્ચે એક વાત વહેતી થઈ છે કે, દેશના ઘનાઢ્ય અંબાણી પરિવારે રામ મંદિર માટે કેટલું સોનુ દાન કર્યું છે. ત્યારે આ વાયરલ સમાચારની શું છે હકીકત તે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની તૈયારીઓ તેજીથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ માટે દેશવિદેશમાં વસતા મહાનુભાવોને આમંત્રણ મોકલાઈ રહ્યાં છે. હાલ એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામા આવ્યો છે કે રામલલા માટે દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક મુકેશ અંબાણી અને તેમના પત્નીએ સોનાના 3 મુકુટનું દાન કર્યું છે. જે 33 કિલો સોનામાંથી બનેલું છે.


ગરેજા પરિવાર પર દુખોનો પહાડ તૂટ્યો : જોડિયા બાળકોનું મોઢુ જુએ તે પહેલા જ માતાનું મોત


આ પોસ્ટની લોકો વચ્ચે જોરદાર ચર્ચા થઈ રહી છે. લોકો અંબાણી પરિવારના વખાણ પણ કરી રહ્યાં છે. પરંતુ શું હકીકતમાં મુકેશ અંબાણીના પરિવારે રામ મંદિર માટે આટલા સોનાનું દામ કર્યું છે, તો જાણીએ આ હકીકત.


રામ મંદિર માટે અંબાણી પરિવારે સોનાનો મુકુટ દાન કરવાની પોસ્ટને લઈને newschecker નામની વેબસાઈટે ફેક્ટ ચેક કર્યું, તેમાં વાયરલ દાવાની પોલ ખૂલી છે.


કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થઈ ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક, ખાતેદારો સલવાયા


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને લઈને newschecker ની ટીમે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સાથે વાત કરી, જે આ મંદિરની દેખરેખ કરી રહ્યું છે. ટ્રસ્ટના અધિકારીઓએ આ દાવાને ખોટો સાબિત ગણ્યો છે. તેમણે કહ્યું કે, મુકેશ અંબાણીના પરિવાર તરફથી આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. 


આ ફેક્ટ ચેક બાદ સ્પષ્ટ થઈ ગયું કે, રામ મંદિર માટે સોનાનું દાન કરનારા લોકોના લિસ્ટમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું નામ હજી સુધી સામેલ નથી. 


મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ રામ મંદિર માટે અત્યાર સુધી 33 કિલો સોનુ દાન કરવાની કોઈ જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયામાં કરાતો આ દાવો ખોટો છે. 


ગુજરાતની આ બેંકની માન્યતા RBI એ કરી રદ, ખાતું હોય તો ચેતી જજો