ગરેજા પરિવાર પર દુખોનો પહાડ તૂટ્યો : જોડિયા બાળકોનું મોઢું જોયા વગર માતાએ અનંતની વાટ પકડી
Rajkot News : જેતપુરના એક પરિવાર સાથે ખૂબજ દુઃખદ ઘટના બની... એક તરફ સાત વર્ષ બાદ એક મહિલાને માતાનું સુખ મળ્યું, પરંતુ વિધિને કંઈ બીજુ જ મંજૂર હતું... જોડિયા બાળકોને જન્મ આપી માતાનું મોત થયું
Trending Photos
Rajkot Jetpur News રાજકોટ : કુદરત જયારે રૂઠે ત્યારે ભલ ભલા કઠણ હૃદયના માનવીના આંખોમાં આંસુ આવી જાય... એવી જ એક દુઃખદ ઘટના જેતપુરના ગરેજા પરિવાર સાથે બની છે. સાત વર્ષ બાદ પરિવારમાં સંતાનનું સુખ આવવાનું હતું. પરંતું જોડિયા જન્મેલ પુત્રો માતાનું મોઢું જુએ તે પહેલાં જ માતાનું મોત થયું.
પરિવારમાં 7 વર્ષ બાદ પારણું બંધાવાનું હતું
જેતપુર શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ ગરેજાના પત્ની એકતાબેન જેતપુર સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. એકતાબેન સાત વર્ષ બાદ ગર્ભવતી બન્યા હતા. સાત વર્ષ બાદ ગરેજા પરિવારમાં ખુશખબરી આવી હતી. લગ્નના સાત વર્ષ બાદ ખોળો ભરાતા ગરેજા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતું સગર્ભા અવસ્થા દરમિયાન એકતાબેનને ઇન્ફેક્શન લાગતા તબિયત બગડી હતી. એકાએક તબિયત બગડતા એકતાબેનને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોના અથાગ પ્રયત્ન બાદ એકતાબેનને કુખે જોડિયા બાળકોનો જન્મ થયો. પરંતુ વિધિના લેખમાં કંઈક બીજુ જ લખાયુ હતું.
સાત વર્ષ બાદ ખોળો ભરાયો અને તેમાં પણ બે પુત્રોનો જન્મ થતા ગરેજા પરિવારમાં ખુશીનો માહોલ હતો. ભગવાને બે દીકરા તો આપ્યા પણ માતાને જ છીનવી લીધી. બીમાર અસ્વસ્થતા ધરાવતા એકતાબેન ડિલેવરી થતા જ કોમામાં ચાલ્યા ગયા હતા. બે દિવસ કોમામાં રહ્યા બાદ પુત્રોનું મોઢું જુએ તે પહેલાં જ કોમામાં જ એકતાબેનનું મોત નિપજ્યુ હતું.
માતાએ બાળકોનું મોઢું જોયા વગર જ અનંતની વાટ પકડતાં ગરેજા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. બે દિવસ કોમામાં રહ્યા બાદ પુત્રોનું મોઢું જુએ તે પહેલાં જ કોમામાં જ મોત થતાં ગરેજા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આમ, જેતપુર સરકારી હોસ્પિટલમાં ફરજ નિભાવતી નર્સનું પ્રસુતિ દરમિયાન મોત નિપજ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે