નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે એટલે કે આજે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2021 ને રજૂ કરવા જઇ રહ્યા છે. તે દેશની પ્રથમ મહિલા નાણામંત્રી છે. નિર્મલા સીતારમણ પહેલાં દેશમાં કુલ 27 નાણામંત્રીએ કાર્યકાર સંભાળ્યો છે. તેમાં 25 નાણામંત્રીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું છે. જો સામાન્ય બજેટ રજૂ કરવાની વાત કરીએ તો તેમાં સૌથી આગળ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇનું નામ આવે છે. મોરારજી દેસાઇ દ્રારા રેકોર્ડ 10 વાર બજેટ રજૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ આગામી એક વર્ષ માટે સરકારના યોજનાઓ અને તેમના કામનું પણ વિસ્તૃત વિવરણ હોય છે. બજેટની આ પ્રક્રિયામાં કેન્દ્રીય નાણામંત્રીની મુખ્ય ભૂમિકા હોય છે. જો કારણ એ છે કે આઝાદી બાદથી અત્યાર સુધી વિભિન્ન સરકારો દ્રારા રજૂ કરવામાં આવેલા બજેટોમાં નાણામંત્રી આર્થિક સમજ અને દેશની ઉન્ન્તતિ પ્રતિ તેમનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છલકાય છે. આવો જાણીએ આ તમામ 25 નાણામંત્રીઓ વિશે જેમને દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી છે. 

Budget 2021: પગારદાર વર્ગની કઇ માંગ બજેટમાં થઇ શકે છે પુરી, જાણો


લિયાકત અલી ખાન 
29 ઓક્ટોબર 1946 થી 14 ઓગસ્ટ 1947 સુધી


આરકે શંમુગમ ચેટ્ટી
15 ઓગસ્ટ 1947 થી 1949 સુધી 


જોન મથાઇ 
1949 થી 1950 સુધી


સીડી દેશમુખ
1950 થી 1957 સુધી


ટી ટી કૃષ્ણામાચારી
1957 થી 13 ફેબ્રુઆરી 1958 સુધી

જવાહરલાલ નહેરૂ
13 ફેબ્રુઆરી 1958 થી 13 માર્ચ 1958 સુધી


મોરારજી દેસાઇ
13 માર્ચ 1958 થી 29 ઓગસ્ટ 1963 સુધી

Budget 2021: કોરોના સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ આપવાની તૈયારી, નાણામંત્રી કરી શકે છે જાહેરાત


ટીટી કૃષ્ણામાચારી
29 ઓગસ્ટ 1963થી વર્ષ 1965 સુધી


સચિંદ્રા ચૌધરી
1965 થી 13 માર્ચ 1967 સુધી


મોરારજી દેસાઇ
13 માર્ચ 1967 થી 16 જુલાઇ 1969 સુધી


ઇંદીરા ગાંધી
1970 થી 1971 સુધી


યશવંતરાવ ચૌહાણ
1971 થી 1975 સુધી


ચિદંબરમ સુબ્રહ્મણ્યમ 
1975 થી 1977 સુધી

Economic Survey 2020-21નો સારાંશ: આ સર્વિસીસ સેક્ટરમાં મજબૂત રિકવરી થશે


હરિભાઇ એમ પટેલ
24 માર્ચ 1977 થી 24 જાન્યુઆરી 1979 સુધી


ચૌધરી ચરણ સિંહ
24 જાન્યુઆરી 1979 થી 28 જુલાઇ 1979 સુધી


હેમવતી નંદન બહુગુણા
28 જુલાઇ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી


આર વેંકટરમણ
14 જાન્યુઆરી 1980 થી 15 જાન્યુઆરી 1982 સુધી


પ્રણવ મુખર્જી
15 જાન્યુઆરી 1982 થી 31 ડિસેમ્બર 1984

GDP ગ્રોથ 11% રહેશે, તેનાથી Common Man પર શું પડશે અસર, કેવી રીતે બદલાશે જીંદગી


વી પી સિંહ
31 ડિસેમ્બર 1984 થી 24 જાન્યુઆરી 1987 સુધી


રાજીવ ગાંધી 
24 જાન્યુઆરી 1987 થી 25 જુલાઇ 1987 સુધી


એન ડી તિવારી
25 જુલાઇ 1987 થી 25 જૂન 1988 સુધી


શંકરરાવ ચૌહાણ
25 જૂન 1988 થી 2 ડિસેમ્બર 1989 સુધી


મધુ દંડવતે
2 ડિસેમ્બર 1989 થી 10 નવેમ્બર 1990 સુધી


યશવંત સિંહા
10 નવેમ્બર 1990 થી 21 જૂન 1991 સુધી


મનમોહન સિંહ
21 જૂન 1991 થી 16 મે 1996 સુધી


જસવંત સિંહ
16 મે 1996 થી 1 જૂન 1996 સુધી


પી ચિદંબરમ
એક જૂન 1996 થી 21 એપ્રિલ 1997 સુધી


આઇ કે ગુજરાલ
21 એપ્રિલ 1997 થી 1 મે 1997 સુધી 


પી ચિદંબરમ
1 મે 1997 થી 19 માર્ચ 1998 સુધી


યશવંત સિંહા
19 માર્ચ 1998 થી 1 જુલાઇ 2002 સુધી


જસવંત સિંહ
1 જુલાઇ 2002 થી 22 મે 2004 સુધી


પી ચિદંબરમ
22 મે 2004 થી 30 નવેમ્બર 2008 સુધી


મનમોહન સિંહ
30 નવેમ્બર 2008 થી 24 જાન્યુઆરી 2009 સુધી


પ્રણવ મુખર્જી
24 જાન્યુઆરી 2009 થી 26 જૂન 2012 સુધી


મનમોહન સિંહ
26 જૂન 2012 થી 31 જુલાઇ 2012 સુધી


પી ચિદંબરમ
31 જુલાઇ 2012 થી 2014 સુધી


અરૂણ જેટલી
26 મે 2014 થી 2018 સુધી


પીયૂષ ગોયલ
2018 થી 2019 સુધી


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube