Economic Survey 2020-21નો સારાંશ: આ સર્વિસીસ સેક્ટરમાં મજબૂત રિકવરી થશે

વાસ્તવિક જીડીપીમાં વર્ષ 2019-20ના એકંદર સ્તરની તુલનામાં 2.4 ટકાના દરે વૃધ્ધિ થશે. આનો અર્થ એ થાય કે અર્થતંત્રને મહામારી પૂર્વે જે સ્થિતિ હતી ત્યાં પહોંચવામાં બે વર્ષ  લાગશે.

Economic Survey 2020-21નો સારાંશ: આ સર્વિસીસ સેક્ટરમાં મજબૂત રિકવરી થશે

નવી દિલ્હી: ભારતની વાસ્તવિક જીડીપી વર્ષ 2021-22મા 11 ટકાની વૃધ્ધિ હાંસલ કરશે અને નોમિનલ જીડીપી 15.4 ટકાની સૌથી વધુ વૃધ્ધિ હાંસલ કરશે. વી (v) આકારની આ આર્થિક પુનઃપ્રાપ્તિને વ્યાપક સ્તરે હાથ ધરવામાં આવેલા રસીકરણની શરૂઆતને કારણે ટેકો પ્રાપ્ત થશે. સર્વિસ સેક્ટરમાં મજબૂત રિકવરીની આશા અને વપરાશ તથા મૂડી રોકાણમાં જંગી વૃધ્ધિની સંભાવનાઓ છે. કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણે આજે સંસદમાં વર્ષ 2020-21નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. 

જેમાં જણાવાયું છે કે અને જેમ જેમ કોવિડ-19 (Covid 19) ની રસી આપવાની કામગીરી ગતિમાં આવશે તેમ તેમ આર્થિક પ્રવૃત્તિઓમાં ક્રમશઃ સામાન્ય પરિસ્થિતિ સ્થપાતિ જશે. જે રીતે ક્રમશઃ લોકડાઉન (Lock Down) પૂર્વેની સ્થિતિ સ્થપાતિ જાય છે તેમ તેમ અર્થતંત્રના મૂળભૂત પાસાં મજબૂત બન્યા છે અને સાથે સાથે આત્મનિર્ભર ભારત મિશનને મજબૂત સહયોગ પ્રાપ્ત થતાં અર્થતંત્ર ફરીથી દ્રઢ રીતે બેઠું થયું છે. 

આ માર્ગને કારણે  વાસ્તવિક જીડીપી (GDP) માં વર્ષ 2019-20ના એકંદર સ્તરની તુલનામાં 2.4 ટકાના દરે વૃધ્ધિ થશે. આનો અર્થ એ થાય કે અર્થતંત્રને મહામારી પૂર્વે જે સ્થિતિ હતી ત્યાં પહોંચવામાં બે વર્ષ  લાગશે. આ  ધારણા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના ભારત માટેના વર્ષ 2021-22મા 11.5 ટકાનો જીડીપી (GDP) વૃધ્ધિ દર હાંસલ કરવાના અંદાજ અનુસાર છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના જણાવ્યા મુજબ ભારત આગામી બે વર્ષમાં વિશ્વના સૌથી ઝડપી વૃધ્ધિ પામતા અર્થતંત્ર તરીકે ઉભરી આવશે.
State of the Indian Economy- Eng.jpg

સર્વેક્ષણ (Economic Survey) માં જણાવવામાં આવ્યું છે કે “સદીમાં એક જ વખત આવતી” કટોકટી તરફ ભારતની પુખ્ત નીતિએ જે પ્રતિભાવ આપ્યો છે તેનાથી લોકશાહીઓને ટૂંકી દ્રષ્ટિ ધરાવતું નીતિ ઘડતર કરવાથી દૂર રહેવાનો મહત્વનો પદાર્થ પાઠ મળશે. આ નીતિ લાંબા ગાળાના ફાયદા માટે ધ્યાન કેન્દ્રિત કરી લાભ મેળવવાની પધ્ધતિ દર્શાવે છે. ભારતે અનોખા પ્રકારની ચાર સ્તંભ ધરાવતી વ્યૂહરચના અપનાવી છે, જેમાં ભાવિ શત્રુ સામે તાકાત વધારવાની કામગીરી (કન્ટેઈનમેન્ટ), નાણાં નીતિ, રાજકોષિય બાબતો અને લાંબા ગાળાના માળખાગત સુધારાઓને કારણે શક્ય બન્યું છે. 

ઉભરતી જતી આર્થિક સ્થિતિને ટેકો પૂરો પાડવા માટે નાણાંકીય અને રાજકોષિય નીતિમાં યોગ્ય ફેરફારો કરતાં રહેવાના કારણે લોકડાઉન (Lock Down) માં ઉભી થયેલી ખરાબ સ્થિતિને આંચકાથી બચાવીને વપરાશ અને મૂડી રોકાણને વેગ અપાયો છે, જ્યારે અન-લોકીંગ અને વિચારપૂર્વકના નાણાંકીય ફેરફારો અને ઋણમાં સાતત્ય જાળવી શકાયું છે. એક સાનુકૂળ નાણાં નીતિને કારણે વિપુલ પ્રવાહિતા પ્રાપ્ત થઈ અને કામચલાઉ દેવા મોકૂફીને કારણે ઋણ આપનારને તાત્કાલિક રાહત આપી શકાઈ છે અને સાથે સાથે નાણાં નીતિના વહનને પણ ગૂંચવાતુ અટકાવાયું છે.

સર્વેમાં (Economic Survey) જણાવવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2020-21માં ભારતની જીડીપી (GDP) 7.7 ટકા રહેવાનો અંદાજ છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 15.7 ટકાના તીવ્ર  ઘટાડો અને બીજા અર્ધવાર્ષિક ગાળામાં 0.1 ટકાનો ઘટાડો થયો છે. વિવિધ ક્ષેત્રો અનુસાર વાત કરીએ તો કૃષિ કાળા વાદળાની સોનેરી કોરની જેમ  આશાના કિરણ સમાન રહી છે, જ્યારે સંપર્ક આધારિત સર્વિસીસ, મેન્યુફેક્ચરીંગ, બાંધકામ વગેરેને સૌથી વધુ ફટકો પડ્યો છે અને આ ક્ષેત્રો પણ  હવે ઝડપથી બેઠા થઈ રહ્યા છે. સરકારી વપરાશ અને ચોખ્ખી નિકાસોના કારણે વૃધ્ધિને વધુ ઘટતી અટકાવી શકાઈ છે તેમજ આંચકો પચાવી  શકાયો છે.

ધારણા રખાતી હતી તે મુજબ પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Lock Down)ના પરિણામે  જીડીપી (GDP) માં 23.9 ટકાનું સંકોચન થયું છે. સ્થિતિ વી આકાર મુજબ પુનઃસ્થાપિત થઈ રહી છે અને બીજા ત્રિમાસિક ગાળામાં 7.5 ટકાનો ઘટાડો નોંધાવા સાથે મહત્વના તમામ આર્થિક નિર્દેશકોમાં સ્થિતિ પુનઃસ્થાપિત થતી જણાઈ છે. સ્થિતિ સ્થાપક વી આકારની રિકવરી આગળ વધી રહી છે અને તેનો નિર્દેશ પ્રથમ ત્રિમાસિક ગાળામાં તીવ્ર ઘટાડા પછી બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીની વૃધ્ધિમાં થયેલા સુધારામાં જોઈ શકાય છે. જેમ જેમ ભારતની મોબિલીટી અને મહામારીની તરાહમાં ફેરફાર આવતો ગયો તેમ તેમ સમાંતરપણે સુધારો જોવા મળ્યો છે. 

ઈ-વે બિલ્સ, રેલવે નૂર, જીએસટી કલેક્શન્સ અને વિજળીનો વપરાશ મહામારી પહેલાંના સ્તરે પહોંચ્યો છે. એટલું જ નહીં, પણ ગયા વર્ષનું સ્તર પણ વટાવી જવાયું છે. રાજ્યોની અંદર અને આંતર રાજ્ય હેરફેર વધવાને કારણે માસિક જીએસટી કલેક્શનમાં ભારે વૃધ્ધિ થઈને ઔદ્યોગિક અને વાણિજયીક પ્રવૃત્તિઓ ખૂલી ગઈ છે. કોમર્શિયલ પેપર્સ ઈસ્યુ કરવામાં તીવ્ર વધારો, ઉપજની સ્થિતિ હળવી થતાં તથા મજબૂત ધિરાણ વૃધ્ધિને કારણે એમએસએમઈ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહો વધતાં એકમો ટકી શક્યા છે અને વૃધ્ધિ પામી રહ્યા છે.

વિવિધ ક્ષેત્રોમાં જોવા મળેલી આ તરાહો અંગે સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ દરમ્યાન મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં સ્થિતિ સ્થાપકતા જોવા મળી છે અને ગ્રામ્ય વિસ્તારોની માંગને કારણે એકંદર આર્થિક પ્રવૃત્તિઓને લાગતો આંચકો ટાળી શકાયો છે. ડીજીટલ આર્થિક વ્યવહારોના કારણે માળખાગત વપરાશની તરાહ બદલાઈ છે. 

સર્વેક્ષણ (Economic Survey) માં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રને કોવિડ-19 (Covid 19) મહામારીના કારણે લાગી શકતો આંચકો અટકાવવા માટે કૃષિ ક્ષેત્ર સજ્જ છે તથા કૃષિ ક્ષેત્રમાં પ્રથમ અને બીજા  ત્રિમાસિક ગાળામાં 3.4 ટકાની વૃધ્ધિ જોવા મળી છે. સરકાર હાથ ધરેલા સંખ્યાબંધ પ્રગતિશીલ સુધારાના કારણે ધબકતા કૃષિ ક્ષેત્રનું સંવર્ધન થઈ શક્યું છે અને આ ક્ષેત્ર નાણાંકીય વર્ષ 2020-21મા ભારતની વૃધ્ધિની ગાથા માટે આશારૂપ બન્યું છે.

વિતેલા વર્ષમાં અનુભવી શકાય તેવી વી આકારની રિકવરી ઔદ્યોગિક ઉત્પાદનમાં જોવા મળી છે. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર ફરીથી બેઠું થયું છે અને ઔદ્યોગિક મૂલ્ય ફરીથી સામાન્ય થતું જાય છે. ભારતના સર્વિસીસ ક્ષેત્રએ મહામારીને કારણે થનારા ઘટાડાને અટકાવીને રિકવરી જાળવી રાખી છે. સાથે સાથે પીએમઆઈ સર્વિસીસનો આઉટપુટ અને નવા બિઝનેસ વધતાં ડિસેમ્બર માસમાં ત્રીજો સીધો વધારો જોવા મળ્યો છે.

નાણાંકીય વર્ષ 2020-21માં બેંકોનું ધિરાણ જોખમ ટાળવાના વલણને કારણે ધિરાણની ભૂખ સંતોષવામાં દબાણ અનુભવાતું જણાયું હતું. આમ છતાં, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ધિરાણ વૃધ્ધિ વધતી રહીને ઓક્ટોબર 2019માં 7.1 ટકાના સ્તરે હતી તે ઓક્ટોબર 2020માં 7.4 ટકાના સ્તરે પહોંચી હતી. ઓક્ટોબર 2020માં બાંધકામ, વેપાર અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં ધિરાણ પ્રવાહમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી હતી, જ્યારે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં બેંકોનું ધિરાણ મંદ રહ્યું હતું. ઓક્ટોબર 2019માં 6.5 ટકાનો દર હતો તેની સામે સર્વિસ સેક્ટરમાં ધિરાણ વૃધ્ધિનો દર ઓક્ટોબર 2020માં વધીને 9.5 ટકા જેટલો રહ્યો હતો.

વર્ષ 2020માં ખાદ્ય ચીજોની ઉંચી કિંમતોના કારણે ફૂગાવાને ભારે વેગ મળ્યો હતો. આમ છતાં, નવેમ્બરમાં 6.9 ટકાના ફૂગાવાની તુલનામાં વાર્ષિક ધોરણે ડિસેમ્બર 2020માં ફૂગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 4+/-2  ટકાની લક્ષિત રેન્જમાં રહીને 4.6 ટકા થયો હતો. ખાસ કરીને શાકભાજી, અનાજ અને પ્રોટીનની પ્રોડક્ટસના ભાવમાં ભારે  ઘટાડાના કારણે સાનુકૂળ અસર વર્તાઈ હતી.

બાહ્ય ક્ષેત્રોએ અસરકારક રીતે આંચકો અટકાવીને વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતની વૃધ્ધિને વેગ આપી ચાલુ ખાતામાં  જીડીપીના 3.1 ટકા જેટલી સરપ્લસ દર્શાવી હતી. સર્વિસીસ ક્ષેત્રમાંથી મજબૂત નિકાસ અને નબળી માંગને કારણે ટેકો પ્રાપ્ત થતાં નિકાસની તુલનામાં (મર્કેન્ડાઈઝ નિકાસમાં 21.2 ટકાનું સંકોચન થયું હતું) આયાતોમાં તીવ્ર સંકોચન જોવા મળ્યું હતું (મર્કેન્ડાઈઝ આયાતોમાં 39.7 ટકા જેટલું સંકોચન જોવા મળ્યું હતું). આ સ્થિતિના પરિણામે વિદેશી હુંડિયામણની અનામતો વધતી રહીને ડિસેમ્બર 2020મા 18 માસની આયાતો જેટલી થઈ હતી.

બાહ્ય ઋણ જીડીપીના ગુણોત્તર તરીકે 21.6 ટકાના સામાન્ય વધારા સાથે માર્ચ 2020ના અંતે 20.6 ટકા સામે સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં 20.6 ટકા રહ્યું હતું. આમ છતાં વિદેશી હુંડિયામણની અનામતો સામે કુલ અને ટૂંકા ગાળાના ઋણનો ગુણોત્તર (મૂળ અને બાકી રહેલા)મા  નોંધપાત્ર પ્રમાણમાં સુધારો જોવા મળ્યો હતો.
GDP Growth- Eng.jpg

નાણાંકીય વર્ષ 2020-21મા ભારત મૂડી રોકાણ માટેનું પસંદગીનું સ્થાન બન્યું હતું અને વૈશ્વિક અસ્કયામતોમાં થતા ફેરફાર મુજબ  તથા ઈક્વિટીમાં સીધા વિદેશી મૂડી રોકાણમાં વધારો થતો રહ્યો હતો અને અર્થતંત્રમાં વધુ ઝડપી સુધારો જોવા મળ્યો હતો. ચોખ્ખો એફપીઆઈનો વધતો પ્રવાહ નવેમ્બર 2020માં માસિક ધોરણે સર્વોચ્ચ વધારા સાથે 9.8 અબજ યુએસ ડોલર જેટલો થયો હતો. 

રોકાણકારોમાં જોખમ લેવાની ભૂખ વધવાના કારણે તથા લાભ મેળવવાની વૃત્તિ વધતાં તથા અમેરિકાનો ડોલર નબળો પડતાં વૈશ્વિક નાણાંકીય સ્થિતિ આસાન બની હતી અને નાણાંકીય પ્રોત્સાહન પેકેજીસનો ફાયદો મળ્યો હતો. ઉભરતા બજારોમાં ભારત એ એક માત્ર એવો દેશ છે કે જ્યાં વર્ષ 2020મા ઈક્વિટી આવવાના પ્રવાહમાં વૃધ્ધિ જોવા મળી હતી.

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીના પરિણામે ભારતના માર્કેટ કેપિટલાઈઝેશન સામે એકંદર ઘરગથ્થું ઉત્પાદન (જીડીપી)નો ગુણોત્તર ઓક્ટોબર 2010 પછી સૌ પ્રથમ વખત 100 ટકાનો આંક વટાવી ગયો હતો. આમ છતાં, આ સ્થિતિ નાણાંકીય બજારો અને વાસ્તવિક ક્ષેત્ર વચ્ચે અસમતુલાના કારણે ચિંતામાં વધારો કરે તેવી છે.

વર્ષના બીજા અર્ધ વાર્ષિક ગાળામાં નિકાસોમાં 5.8 ટકા અને આયાતોમાં 11.3 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે. નાણાંકીય વર્ષ ’21માં 17 વર્ષ પછી જીડીપીના 2 ટકા જેટલી ઐતિહાસિક કરન્ટ એકાઉન્ટ સરપ્લસ નોંધાઈ હતી.

સપ્લાય સાઈડની વાત કરીએ તો એકંદર મૂલ્ય વર્ધિત (જીવીએ) વૃધ્ધિ નાણાંકીય વર્ષ 2019-20ના 3.9 ટકા સામે, નાણાંકીય વર્ષ 2020-21મા માઈનસ 7.2 ટકા જેટલી જોવા મળી હતી. નાણાંકીય વર્ષ 2020-21મા ભારતીય અર્થંતંત્રને મહામારીના કારણે લાગતા આઘાતને અટકાવવામાં કૃષિ ક્ષેત્ર સજ્જ રહ્યું હતું અને 3.4 ટકાના દરે વૃધ્ધિ નોંધાવી હતી, જ્યારે વર્ષ દરમિયાન ઉદ્યોગ અને સર્વિસીસ ક્ષેત્ર અનુક્રમે 9.6 ટકા અને 8.8 ટકાના દરે સંકોચન થયું  હતું.

સર્વેક્ષણમાં એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે વર્ષ 2020માં કોવિડ-19 મહામારી અને વિશ્વની આર્થિક મંદીનો પ્રભાવ રહ્યો હતો. વૈશ્વિક નાણાંકીય કટોકટીના કારણે પરિસ્થિતિ અત્યંત કપરી બની હતી. લૉકડાઉન્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે અગાઉથી ધીમા પડી ચૂકેલુ વૈશ્વિક અર્થંતંત્ર આગળ વધવામાં અશક્ત જણાયું હતું. વિશ્વનો આર્થિક આઉટપુટ (ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના જાન્યુઆરી 2021ના અંદાજ મુજબ) વર્ષ 2020માં 3.5 ટકાના દરે ઘટ્યો હોવાનો અંદાજ છે. 

આ પરિસ્થિતિના સંદર્ભમાં દુનિયાભરની સરકારો અને મધ્યસ્થ બેંકોએ નીતિ વિષયક દર ઘટાડીને, જથ્થાત્મક પગલાં આસાન બનાવીને, સ્થાનિક ગેરંટીઓ, કેશ ટ્રાન્સફર અને નાણાંકીય પ્રોત્સાહક પગલાં જેવા વિવિધ નીતિ વિષયક સાધનોનો ઉપયોગ કરીને તેમના અર્થતંત્રોને ટેકો પૂરો પાડ્યો હતો. ભારતે મહામારીને કારણે સ્થિતિમાં જે વિધ્વંસક અસર જોવા મળી તેને પારખીને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની નિરાશાજનક ધારણાઓ વચ્ચે દેશમાં વસ્તીના જંગી વ્યાપ અને ગીચતાના કારણે તથા આરોગ્યની માળખાગત સુવિધાઓ ઉપર ઉભા થયેલા ભારે દબાણની સ્થિતિ વચ્ચે પણ  અનોખો માર્ગ પસંદ કર્યો હતો.

સર્વેક્ષણમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે ભારતમાં જ્યારે માત્ર 100 કેસ નોંધાયા હતા ત્યારે શરૂઆતથી જ કડક લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું હોવાના કારણે અનેક પ્રકારે ભારતે અનોખો પ્રતિભાવ કહી શકાય તેવી લાક્ષણિકતા દર્શાવી હતી. સૌ પ્રથમ તો, રોગચાળાલક્ષી અને આર્થિક સંશોધનના તારણો આધારિત નીતિ વિષયક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને મહામારીનો વ્યાપ કેટલો વધશે તેની ભારે અનિશ્ચિતતાનો સામનો કરીને નોબેલ પ્રાઈઝ વિજેતા હેનસેન અને સાર્જન્ટ (2001)ના સંશોધન મુજબ કપરામાં કપરી સ્થિતિ વચ્ચે ઓછામાં ઓછુ નુકશાન થાય તેવા પગલાં લેવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. 

અભૂતપૂર્વ મહામારીનો સામનો કરીને વિપરીત સ્થિતિમાં માનવ જીવ ગૂમાવવાની સ્થિતિને નિયંત્રિત કરી શકાઈ હતી. વધુમાં, મહામારીલક્ષી સંશોધન મુજબ દેશમાં વસતિની ગીચતાને કારણે  શરૂઆતમાં આકરા લૉકડાઉનમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ બાબતે તકલીફો પડી હતી. આથી ભારતીય નીતિનો માનવ પ્રતિભાવ માણસોની જીંદગી બચાવવા તરફનો રહ્યો હતો. કડક લોકડાઉનની સ્થિતિમાં ટૂંકા ગાળાની પીડા, લાંબાગાળાના લાભ તરફ દોરી ગઈ અને આર્થિક રીતે બેઠા થવાની ગતિમાં વધારો થયો. મોટી સંખ્યામાં જીવ બચાવી શકાયા અને વી આકારની આર્થિક રિકવરી જોવા મળી, જે લાંબા ગાળાના લાભ માટે ટૂંકાગાળાની પીડા સહન કરવાની ભારતની  હિંમત દર્શાવે છે.

બીજુ, ભારતે પારખી લીધું હતું કે મહામારીની અસરને કારણે અર્થંતંત્રમાં માંગ અને પૂરવઠાને અસર થશે, જે આકરા સુધારા હાથ ધરાયા તે દુનિયાના મોટા અર્થતંત્રોની તુલનામાં અનોખા છે અને તેનો અમલ કરીને સપ્લાય સાઈડમાં થયેલું ભંગાણ, કે જે લોકડાઉન દરમ્યાન અનિવાર્ય હતું તે મધ્યમથી લાંબા ગાળામાં ઓછામાં ઓછુ રાખી શકાયું હતું. ડિમાન્ડ સાઈડની નીતિમાં ખાસ કરીને જ્યારે એકંદર અચોક્કસતાનું પ્રમાણ ઉંચુ હતું ત્યારે બિન-આવશ્યક ચીજોની એકંદર માંગ અંગેની સમજ તથા બચત કરવાનો સાવચેતીપૂર્ણ ઉદ્દેશ પ્રતિબિંબીત થાય છે. આથી મહામારીના શરૂઆતના મહિનાઓ દરમ્યાન જ્યારે અનિશ્ચિતતાનું પ્રમાણ ઘણું વધારે હતું અને લોકડાઉનના કારણે આર્થિક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા ત્યારે ભારતે તેના કિંમતી નાણાંકીય સાધનોનો વેડફાટ થવા દીધો ન હતો અને મુનસફી મુજબ વપરાશને વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો. 

આ ઉપરાંત નીતિમાં તમામ આવશ્યક ચીજો તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ડાયરેક્ટ  બેનિફીટ ટ્રાન્સફરથી માંડીને દયનિય સ્થિતિમાં રહેલા વર્ગોને વિશ્વની સૌથી મોટા ફૂડ સબસીડી પ્રોગ્રામ હેઠળ 80.96 કરોડ લાભાર્થીઓને આવરી લેવાયા હતા. ભારત સરકારે ઈમરજન્સી ક્રેડિટલાઈન ગેરંટી સ્કીમ શરૂ કરીને રોજગારી ટકાવવામાં સહાય કરીને તથા જવાબદારીઓ નિભાવવામાં  દબાણ અનુભવતા ક્ષેત્રોને ખૂબ જરૂરી રાહત પૂરી પાડી હતી.

અનલૉકના સમય દરમિયાન, જ્યારે અનિશ્ચિતતા ઘટી હતી અને સાવચેતીનો ઉદ્દેશ ઘટ્યો હતો ત્યારે એક તરફ આર્થિક ગતિવિધી વધી હતી, તો બીજી તરફ ભારતે તેના નાણાંકીય ખર્ચમાં વધારો કર્યો હતો. સાનુકૂળ નાણાંકીય નીતિના પરિણામે ભારે પ્રવાહિતાની ખાત્રી થઈ હતી અને કામચલાઉ ધિરાણ ચૂકવણી રોકીને ઋણ લેનાર લોકોને રાહત આપવામાં આવી હતી. નાણાંકીય નીતિના વહનને ગૂંચાતું અટકાવીને ભારતની ડિમાન્ડ સાઈડનીતિ આ રીતે જ્યારે ઝડપ વધારી શકાય તેવી સ્થિતિ નહોતી ત્યારે એક્સીલરેટર દબાવવાના વિચારને ટાળીને  કિંમતી બળતણ બચાવવા  તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

કોવિડ-19 વાયરસે દુનિયાને એક નવા પ્રકારની અવ્યવસ્થામાં ધકેલી દીધુ હતું અને મોબિલીટી, સલામતિ અને ખુદ સામાન્ય જીવન, આ બધા માટે જોખમ ઉભુ થયું હતું અને ભારત અને વિશ્વ માટે સદીઓમાં ક્યારેક જ જોવા મળે તેવો અત્યંત ભયાનક આર્થિક પડકાર ઉભો થયો હતો. ઉપચાર અથવા રસીથી વંચિત જાહેર આરોગ્ય નીતિ આ સર્વવ્યાપી કટોકટીને હલ કરવામાં કેન્દ્ર સ્થાને રહી હતી. 

આ રોગ વળાંક ઉપર હતો ત્યારે આજીવિકાના ખર્ચમાં તીવ્ર મંદી જોવા મળી હતી, જેના કારણે મહામારીને નિયંત્રીત કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મૂકવાની જરૂર ઉભી થઈ હતી. આ આંતરિક સ્થિતિને કારણે નીતિ વિષયક દ્વિધા ઉભી થઈ હતી કે “લોકોના જીવ  બચાવવા વિરૂધ્ધ રોજગારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news