Budget 2021: જાણો શું છે Green Tax, જેને તમારી જૂની ગાડી પર લગાવવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર
સામાન્ય માણસો બજેટમાં ટેક્સમાં છૂટની આશા રાખી રહ્યા છે. પરંતુ રાહત પહેલાં કેન્દ્ર સરકારે દરેક પ્રકારના વાહન પર ગ્રીન ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. જોકે કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ 8 વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લી: આમ તો અનેક રાજ્યોમાં પહેલાંથી ગ્રીન ટેક્સ વસૂલવામાં આવે છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે 8 વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. નિયમનો નોટિફાઈ કરતાં પહેલાં કેન્દ્ર સરકાર તરફથી આ પ્રસ્તાવને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે મોકલવામાં આવશે. પ્રસ્તાવને નોટિફાઈ કરતાં પહેલાં આ મામલે રાજ્યોની સલાહ પણ લેવામાં આવશે.
શું હોય છે ગ્રીન ટેક્સ:
સરકારની દલીલ છે કે જૂના વાહનોમાંથી પ્રદૂષણ વધારે થાય છે. જેના કારણે પ્રદૂષણને ઓછું કરવા માટે તેના પર જે ખર્ચ થશે. તેનો કેટલોક ભાગ જૂના વાહનોથી વસૂલવામાં આવે. આ ટેક્સને ગ્રીન ટેક્સ નામ આપવામાં આવ્યું છે. એટલે પ્રદૂષણને ઓછું કરવા માટે ટેક્સ વસૂલવામાં આવશે. ગ્રીન ટેક્સથી મળનારા રાજસ્વનો ઉપયોગ પર્યાવરણ સંરક્ષણમાં કરવામાં આવશે.
Budget 2021: આ બજેટમાં સામેલ થઈ શકે છે આ ખાસ મુદ્દાઓ, Digital Education બનશે ભારતનું ભવિષ્ય
ગ્રીન ટેક્સમાં કયા વાહનોનો સમાવેશ:
પરિવહન મંત્રાલયે ગ્રીન ટેક્સ લગાવવાની જાણકારી આપતાં જણાવ્યું કે આ ટેક્સથી મળનારા રાજસ્વનો ઉપયોગ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કરવામાં આવશે. પ્રસ્તાવ પ્રમાણે ટ્રાન્સપોર્ટવાળી ગાડીઓ પર ગ્રીન ટેક્સ, રોડ ટેક્સના 10થી 25 ટકાના દરથી લાગશે. વધારે પ્રદૂષિત શહેરોમાં રજિસ્ટર્ડ ગાડીઓ પર સૌથી વધારે ગ્રીન ટેક્સ લાગશે. ડીઝલ અને પેટ્રોલ એન્જિનવાળી ગાડીઓ માટે અલગ-અલગ ગ્રીન ટેક્સ સ્લેબ હશે. જોકે સીએનજી, એલપીજી, ઈથેનોલ, ઈલેક્ટ્રિક ગાડીઓ પર ગ્રીન ટેક્સ વસૂલવામાં નહીં આવે. ખેતી સાથ સંકળાયેલા વાહનો જેવા કે ટ્રેક્ટર, હાર્વેસ્ટર, ટ્રેલરને પણ ગ્રીન ટેક્સમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
Budget 2021: નોકરીયાત વર્ગને મળશે ખુશખબરી! મોદી સરકાર પાસેથી Taxpayer ને છે આવી આશા
કેવી રીતે વસૂલવામાં આવશે ગ્રીન ટેક્સ:
ફિટનેસ સર્ટિફિકેટના રિન્યૂઅલ દરમિયાન આ ટેક્સ વસૂલવામાં આવશે. એટલે જે પણ વાહનો 8 વર્ષ જૂના છે. જેના ફિટનેસ ટેસ્ટ દરમિયાન હવે ગ્રીન ટેક્સ જોડીને વસૂલાત કરવામાં આવશે. સરકારી અનુમાન પ્રમાણે વાહનોથી થતા પ્રદૂષણમાં 65-70 ટકા ભાગીદારી કમર્શિયલ વાહનોની હોય છે. કુલ વાહનોમાં કમર્શિયલ વાહનોની સંખ્યા લગભગ 5 ટકા છે. જ્યારે ખાનગી વાહનો પર 15 વર્ષ પછી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ કરતા સમયે ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે. સાર્વજનિક પરિવહનના વાહનો જેવા કે સિટી બસ પર ઓછો ગ્રીન ટેક્સ લાગશે. ગ્રીન ટેક્સથી એકત્ર થનારા રાજસ્વને અલગ ખાતામાં રાખવામાં આવશે. જો ફાયદાની વાત કરીએ તો લોકો ગ્રીન ટેક્સના કારણે લોકો નવા અને ઓછા પ્રદૂષણવાળા વાહન અપનાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube