આ IPO એ ગ્રે માર્કેટમાં મચાવ્યું તોફાન, દર શેર પર 60 રૂપિયાના ફાયદાની તક, જાણો વિગત
Upcoming IPO: જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કાલ એટલે કે 22 નવેમ્બરે વધુ એક આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે.
Flair Writing IPO: જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કાલે એટલે કે 22 નવેમ્બરે વધુ એક આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. ફ્લેયર રાઇટિંગ આઈપીઓમાં ઈન્વેસ્ટર 24 નવેમ્બર સુધી દાવ લગાવી શકે છે. ફ્લેયર રાઇટિંગ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 288થી 304 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓનું એલોટમેન્ટ 30 નવેમ્બર અને અસ્થાયી લિસ્ટિંગની તારીખ 5 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
શું ચાલી રહ્યો છે જીએમપી
બજારના જાણકારો અનુસાર ફ્લેયર રાઇટિંગ આઈપીઓનો જીએમપી આજે 60 રૂપિયા પ્રતિ શેર છે. એટલે કે ફ્લેયર રાઇટિંગના શેર પોતાની ઈશ્યૂ પ્રાઇઝ 304 રૂપિયાની તુલનામાં ગ્રે માર્કેટમાં 60 રૂપિયાથી વધુ પર કારોબાર કરી રહ્યો છે. આજે જીએમપી અને ઈશ્યૂ પ્રાઇઝને ધ્યાનમાં રાખતા ફ્લેયર રાઇટિંગ શેરનું અંદાજિત લિસ્ટિંગ 364 રૂપિયા પર થઈ શકે છે. નોંધનીય છે કે ફ્લેયર રાઇટિંગના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે.
આ પણ વાંચોઃ Upcoming IPO: આ સપ્તાહે ખુલશે ટાટા સહિત 5 મોટી કંપનીના આઈપીઓ, જાણો દરેક વિગત
શું છે આઈપીઓની વિગત
કંપનીએ પોતાના ઈશ્યૂથી 593 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી છે, જેમાં કુલ મળી 292 કરોડના 96.52 લાખ ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યૂ અને 301 કરોડના કુલ 99.01 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ સામેલ છે. નાણાકીય વર્ષ 2023માં 915.55 કરોડની આવક સાથે ફ્લેયર સમગ્ર રાઇટિંગ ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીઝના ટોપ 3 પ્લેયર્સમાંથી એક છે અને બજાર પર કબજો કરી લીધો છે. 31 માર્ચ 2023 સુધી ભારતમાં સમગ્ર લેખન અને રચનાત્મક ઉપકરણ ઉદ્યોગમાં તેની ભાગીદારી લગભગ 9 ટકા હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube