Upcoming IPO: આ સપ્તાહે ખુલશે ટાટા સહિત 5 મોટી કંપનીના આઈપીઓ, જાણો દરેક વિગત

Upcoming IPO: બજારમાં આ સપ્તાહે 5 મોટા આઈપીઓ ઓપન થશે. તેમાં ટાટા ટેક્નોલોજી, ગાંધાર ઓયલ રિફાયનરી, રોકિંગ ડીલ્સ સર્કુલર ઈકોનોમી અને ફીડબેન્ક ફાઈનાન્શિયલ સર્વિસ વગેરે સામેલ છે. નોંધનીય છે કે સરકારી ક્ષેત્રની કંપની એલઆઈસીના આઈપીઓ બાદ આઈઆરઈડીએ પ્રથમ કંપની છે, જેનો સરકાર આઈપીઓ લાવી રહી છે. 

Upcoming IPO: આ સપ્તાહે ખુલશે ટાટા સહિત 5 મોટી કંપનીના આઈપીઓ, જાણો દરેક વિગત

નવી દિલ્હીઃ શેર બજારમાં સારી કમાણી કરવાની તક મળવાની છે. આ સપ્તાહે બજારમાં કમાણી કરાવવા માટે 5 મોટી તક આવી રહી છે. હકીકતમાં આ સપ્તાહે છ કંપનીઓના આઈપીઓ ખુલવાના છે. તેમાં રોકાણ કરી તમે સારી કમાણી કરી શકો છો. આ ઈશ્યૂમાં એક એસએમઈ સેગમેન્ટનો છે, જ્યાં તમારે રોકાણ માટે આશરે એક લાખ રૂપિયા કે તેનાથી વધુનું રોકાણ કરવું પડશે. તો બાકીના 5 આઈપીઓ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. અહીં અમે તમને આઈપીઓ વિશેની જાણકારી આપી રહ્યાં છીએ. પરંતુ તમે બજારમાં કોઈ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર સાથે જરૂર વાત કરો. આમ ન કરવાથી તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. બજારમાં જાણકારી વગર રોકાણ કરો નહીં. આવો જોઈએ આ સપ્તાહે કયાં-કયાં આઈપીઓ લોન્ચ થવાના છે. 

21ના ખુલશે આ આઈપીઓ
જાહેર ક્ષેત્રની રિન્યૂએબલ એનર્જી સાથે જોડાયેલી ફાઈનાન્સ કંપની આઈઆરઈડીએ (IREDA)નો આઈપીઓ આગામી સપ્તાહે મૂડી ભેગી કરવા માટે બજારમાં એન્ટ્રી કરશે. આઈપીઓ 21 નવેમ્બરે ખુલશે અને ઈન્વેસ્ટર 23 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. આ કંપની 4 ડિસેમ્બરે બજારમાં લિસ્ટ થઈ શકે છે. ઈશ્યૂ માટે પ્રાઇઝ બેન્ડ 30થી 32 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. તો ઈશ્યૂનો લોટ સાઇઝ 460 શેરનો છે. તેમાં 40.3 કરોડ શેર ફ્રેશ ઈશ્યૂ જારી થવાના છે. 

તો 26.8 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ રિલીઝ કરવામાં આવશે. સરકારી ક્ષેત્પની કંપની એલઆઈસીના મે 2022માં આઈપીઓ બાદ આ આઈઆરઈડીએ પ્રથમ કંપની છે, જેનો સરકાર આઈપીઓ લાવી રહી છે. 

ટાટા ગ્રુપની કંપનીનો આઈપીઓ
ટાટા ગ્રુપ આશરે 20 વર્ષમાં પ્રથમવાર પોતાની કોઈ કંપનીના શેર વેચવા જઈ રહી છે. ટાટા ગ્રુપની કંપની ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ આ સપ્તાહે 22 નવેમ્બરે ખુલવાનો છે. ઈશ્યૂ 24 નવેમ્બર સુધી ખુલો રહેશે. ઈશ્યૂ પ્રાઇઝ બેન્ડ 475થી 500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. લોટ સાઇઝ 30 શેરનો છે. સ્ટોકનું લિસ્ટિંગ 5 ડિસેમ્બરે થઈ શકે છે. 

ગાંધાર ઓયલ રિફાયનરી
ગાંધાર ઓયલ રિફાયનરી (Gandhar Oil Refinery)નો ઈશ્યૂ 22 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે ખુલશે. શેર 5 ડિસેમ્બરે બજારમાં લિસ્ટ થઈ શકે છે. એપ્લીકેશનની લોટ સાઇઝ 88 શેરની છે. રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે 14872 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ઈશ્યૂ પ્રાઇઝ 160થી 169 રૂપિયા રાખવામાં આવી છે. 

રોકિંગ ડીલ્સ સર્કુલર ઇકોનોમી
રોકિંગ ડીલ્સ સર્કુલર ઇકોનોમીનો આઈપીઓ પબ્લિક સબ્સક્રિપ્શન માટે 22 નવેમ્બરે ઓપન થશે. કંપનીના આઈપીઓની ક્લોઝિંગ ડેટ 24 નવેમ્બર છે, જ્યારે પ્રાઇઝ બેન્ડ 136-140 રૂપિયા રાખવામાં આવી છે. શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા પ્રતિ શેર છે. રોકિંગ ડીલ્સ સર્કુલર ઇકોનોમીની સ્થાપના 2005માં થઈ હતી. 

ફીડબેન્ક ફાઈનાન્શિયલ સર્વિસ
ફીડબેન્ક ફાઈનાન્શિયલ સર્વિસનો ઈશ્યૂ 22 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે ખુલશે. ઈશ્યૂની પ્રાઇઝ બેન્ડ 133થી 144 રૂપિયા રાખવામાં આવી છે. લોટ સાઇઝ 107 શેર છે એટલે કે ઓછામાં ઓછા 14980 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news