નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લૉકડાઉનથી પસ્ત દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવાની કવાયત ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત બાદ નાણામંત્રી તબક્કાવાર અલગ-અલગ સેક્ટરો માટે રાહતની જાહેરાત કરી રહ્યાં છે અને આજે તેમણે જાહેરાત કરી છે કે પોત-પોતાના રાજ્યોમાં પરત ફરેલા પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી નિર્મલા સીતારમને આજે ગુરૂવારે રાહત પેકેજ સાથે જોડાયેલી પોતાની સતત બીજી પત્રકાર પરિષદમાં કહ્યું કે, પ્રવાસી મજૂરોને મનરેગા હેઠળ કામ કરવામાં આવશે. 50 ટકા સુધી રજીસ્ટ્રેશન વધી ગયું છે. 


તેમણે કહ્યું કે, શ્રમિકોના કલ્યાણ માટે કામ થઈ રહ્યું છે. રાજ્યોને પ્રવાસી મજૂરોને કામ આપવાનું કહેવામાં આવ્યું છે. 


રાહત પેકેજના બીજા ભાગમાં કોને શું મળ્યું, જાણો નાણામંત્રીની મોટી જાહેરાત  


આ પહેલા નાણામંત્રીએ આર્થિક પેકેજને લઈને પોતાની બીજી પત્રકાર પરિષદમાં કહ્યું કે, શહેરી ગરીબો માટે રાજ્ય સરકારોને આપદા ફંડનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે જેથી તેને ભોજન અને આવાસ ઉપલબ્ધ કરાવી શકાય. 


તેમણે કહ્યું કે, તે માટે કેન્દ્રથી રાજ્યોને પૈસા મોકલવામાં આવે છે. શહેરી વિસ્તારમાં રહેતા બેઘર લોકોને શેલ્ટર હોમમાં ત્રણ સમય ભોજન કેન્દ્ર સરકારના પૈસાથી આપવામાં આવે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube