Investment Tips: જો તમે તમારૂ ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છો છો તો તે માટે રોકાણ કરવું ખુબ જરૂરી છે કારણ કે રોકાણ દ્વારા મોટી મૂડી બનાવી શકાય છે. સામાન્ય રીતે રોકાણ શબ્દ સાંભળીને લોકોને લાગે છે કે તેને કોઈ મોટી રકમ ખર્ચ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તેવું નથી. જો તમે મોટું ઈન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી તો નાની રકમથી રોકાણની શરૂઆત કરી શકો છો. એવી તમામ સ્કીમ્સ છે, જેમાં તમે માત્ર 500 રૂપિયા કે તેનાથી ઓછામાં ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PPF
PPF એટલે કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, આ એક સરકારી યોજના છે, જેમાં 500 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકાય છે. તેમાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. આ સ્કીમમાં તમને 7.1 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. આ યોજના 15 વર્ષમાં પરિપક્વ થાય છે. જો તમે પણ આમાં દર મહિને 500 રૂપિયા જમા કરો છો તો તમારે વાર્ષિક 6000 રૂપિયા જમા કરાવવા પડશે. PPF કેલ્ક્યુલેટર મુજબ, 15 વર્ષમાં તમે આ દ્વારા 1,62,728 રૂપિયા ઉમેરશો. બીજી તરફ, જો તમે આ યોજનાને વધુ 5 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો 20 વર્ષમાં તમને 2,66,332 રૂપિયા મળશે.


Post Office RD
પોસ્ટ ઓફિસ આરડી પણ સારો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ આરડી 5 વર્ષ માટે હોય છે. વર્તમાન સમયમાં તેના પર 6.5 ટકા હિસાબે વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસ આરડીમાં તમે 100 રૂપિયાથી રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે તેમાં મહિને 500 રૂપિયા પ્રમાણે 6000 રૂપિયા વાર્ષિક જમા કરો છો તો તેનું કુલ રોકાણ 30,000 રૂપિયા થશે, જેના પર તમને 5,498 રૂપિયા વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને 35,498 રૂપિયા મળશે. 


આ પણ વાંચોઃ રેલવેએ આપી મોટી રાહત, AC કોચની ટિકિટોમાં મળશે 25 ટકાની છૂટ, TTE પણ આપશે ડિસ્કાઉન્ટ


SIP 
SIP દ્વારા તમે મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યૂચુઅલ ફંડમાં તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે અને એવરેજ 12 ટકા હિસાબથી રિટર્ન મળી જાય છે. તેવામાં લોન્ગ ટાઈમમાં લોકો એસઆઈપી દ્વારા મોટો નફો મેળવી શકે છે. સારી વાત છે કે એસઆઈપીમાં પણ તમે તમારી ક્ષમતા અનુસાર રોકાણ કરી શકો છો અને તેને વધારી શકો છો. તેનાથી તમારો નફો પણ વધે છે. જો તમે 500 રૂપિયા મહિનાના હિસાબથી તેમાં રોકાણ કરો છો અને 15 વર્ષ બાદ 12 ટકા વ્યાજદર પ્રમાણે તમે 2,52,288 રૂપિયા મેચ્યોરિટી અમાઉન્ટ તરીકે લઈ શકો છો. તો 20 વર્ષ બાદ મેચ્યોરિટીની રકમ  4,99,574 રૂપિયા મળશે. 


SSY
સુકનયા સમૃદ્ધિ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમમાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખનું રોકાણ કરી શકાય છે. વર્તમાન સમયમાં આ સ્કીમમાં 8 ટકાના દરે વ્યાજ મળે છે. 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે અને 21 વર્ષમાં સ્કીમ મેચ્યોર થાય છે. જો તમે આ સ્કીમમાં દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષમાં તમારે 90 હજારનું રોકામ કરવું પડશે. 15થી 21 વર્ષ વચ્ચે તમે કોઈ રોકાણ નહીં કરો પરંતુ તમારા અમાઉન્ટ પર 8 ટકા વ્યાજ જમા થતું રહેશે. મેચ્યોરિટી પર તમને 2,69,381 રૂપિયા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube