રેલવેએ આપી મોટી રાહત, AC કોચની ટિકિટોમાં મળશે 25 ટકાની છૂટ, TTE પણ આપશે ડિસ્કાઉન્ટ
25 Percent Discount in AC Chair Car, Executive Class : યાત્રીગણ ધ્યાન આપો. રેલવેએ દરેક એસી ચેર કાર અને એક્ઝીક્યુટિવ ક્લાસમાં યાત્રા માટે ટિકિટોમાં 25 ટકાની છૂટ આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ 25 Percent Discount in AC Chair Car, Executive Class Chair: રેલવેએ યાત્રિકોને મોટી રાહત આપી છે. રેલવેએ દરેક AC ચેર કાર અને એક્ઝીક્યુટિવ ક્લાસમાં યાત્રા માટે કિટિકોમાં 25 ટકા સુધીની છૂટ આપી છે. જે ટ્રોનોમાં 50 ટકાથી વધુ સીટો ખાલી છે, તેમાં આ છૂટનો લાભ મળશે. ટ્રેનમાં બેઠા બાદ ટીટીઈ પણ ડિસ્કાઉન્ટ આપી દેશે. તમને જણાવી દઈએ કે સ્પેશિયલ ટ્રેન કે તહેવારના સમયે આ છૂટ મળશે નહીં. ટ્રેનમાં ઓક્યૂપેન્સી વધારવા માટે રેલવેએ આ પગલું ભર્યું છે.
Railways AC CC, Executive Char Discount: આ લોકોને નહીં મળે લાભ
રેલવે મંત્રાલયની આ ડિસ્કાઉન્ટ સ્કીમ એસી ચેર કાર અને વંદે ભારત, શતાબ્દી, અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ સહિત તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસ પર પણ લાગુ થશે. જો મુસાફરી દરમિયાન કોઈપણ સ્ટ્રેચમાં તત્કાલ વિકલ્પ લેવામાં આવે છે, તો તે સમય દરમિયાન લાભ મળશે નહીં. હાલ માટે ફ્લેક્સી ફેર સ્કીમ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 25 ટકાનું આ ડિસ્કાઉન્ટ મૂળભૂત ભાડા પર હશે. તે જ સમયે, GST, સુપર ફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ જેવા અન્ય જરૂરી શુલ્ક અલગથી વસૂલવામાં આવશે.
Railways AC CC, Executive Char Discount: નહીં મળે કોઈ રિફન્ડ
રેલવે પ્રમાણે છેલ્લા એક મહિનાથી 50 ટકાથી વધુ ખાલી ટ્રેનો પર આ છૂટનો લાભ મળશે. એસી ચેર કાર અને એક્ઝીક્યુટિવ ક્લાસમાં ડિસ્કાઉન્ટ તત્કાલ પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યું છે, એટકે તે તમે ટિકિટ બુક કરાવો છો તો તેના પર પણ છૂટ મળશે. પરંતુ જો તમે ટિકિટ બુક કરાવી લીધી છે તો તેનું કોઈ રિફંડ મળશે નહીં. જે ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમ લાગૂ છે, પરંતુ ઓક્યૂપેન્સી ઓછી છે તેમાં આ સ્કીમને પરત લેવામાં આવશે. જો તેનાથી ઓક્યૂપેન્સીમાં સુધાર થતો નથી તો આ ટ્રેનમાં પણ ડિસ્કાઉન્ટ સ્કીમ લાગૂ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે