Fuel Price: ફ્યુલના ભાવમાં ઘટાડો, 2.2 ટકા સસ્તુ થયું ઇંધણ; ફટાફટ જાણો નવી કિંમત
Fuel Price Today: દેશમાં લોકો માટે ઇંધણના ભાવ ઘણા મહત્વ રાખે છે. ઇંધણના ભાવમાં વધારો અથવા ઘટાડો બંનેથી લોકોના ખિસ્સા પર ઘણી અસર પડે છે. હવે આ ઇંધણના ભાવમાં ઘટાડો થયો છે.
Fuel Price Today: દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘણા દિવસથી સ્થિર જોવા મળી રહ્યા છે. તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા નથી. જો કે, હવે વિમાન ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. Aviation Turbine Fuel ના ભાવમાં શનિવારના ઘટાડો કરવામાં આવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં ઘટાડો દર્શાવે છે. ત્યારે વિમાન ઇંધણની કિંમતમાં શનિવારના 2.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આટલો થયો ઘટાડો
સાર્વજનિક ક્ષેત્રના પેટ્રોલિયમ કંપનીના મૂલ્યની સૂચનાઓ અનુસાર એટીએફના ભાવમાં 3,084.94 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 2.2 ટકાનો ઘટાડો કરી તેને 1,38,147.93 રૂપિયા પ્રતિ કિલોલીટર કરવામાં આવ્યું છે. તેમને જણાવી દઇએ કે એટીએફના ભાવમાં આ વર્ષે માત્ર બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. ગત મહિને તેની કિંમત 1,41,232.87 રૂપિયા પ્રતિ કિલોલીટર (141.23 રૂપિયા પ્રતિ લીટર) ના ટોચ પર પહોંચી ગઈ હતી.
લગ્ન કરતા પહેલા લેવી પડશે સરકારની મંજૂરી! જાણો કેમ લેવાયો આ નિર્ણય?
આ લોકોને મળશે રાહત
એટીએફના ભાવ છેલ્લા પખવાડિયાથી આંતરરાષ્ટ્રીય તેલના ભાવના આધાર પર દર મહિનાની પહેલી અને 16 મી તારીખે સુધારવામાં આવે છે. આ પહેલા 1 જુલાઈના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ત્યારે તેના ભાવમાં ઘટાડો કરી થોડી રાહત જરૂર આપવામાં આવ છે. ભાવ ઘટવાને કારણે એરલાઈન્સ કંપનીઓને મોટી રાહત મળશે.
BMW પણ હવે આ કંપની પાસેથી લે છે 'પ્રેરણા', સેમ ટૂ સેમ આ બાઈકની કરી કોપી
ક્રુડ ઓઇલના ભાવ
ત્યારે વાયદા કોરોબારમાં શુક્રવાર 15 જુલાઈ 2022 ના ક્રુડ ઓઇલના ભાવમાં 9 રૂપિયાની તેજી સાથે 7,604 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ક્રુડ ઓલઇ જુલાઈ મહિનામાં ડિલીવરીવાળા કોન્ટ્રેક્ટની કિંમત 9 રૂપિયા અથવા 0.12 ટકાની તેજી સાથે 7,604 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ છે. જેમાં 3,361 લોટનો કારોબાર થયો.
ભારતમાં લોન્ચ થશે iQoo 9T 5G, ડિઝાઈન અને ફીચર્સ જોઈ ઉડી જશે તમારા હોશ
આટલા થયા ભાવ
બજાર વિશ્લેષકોનું કહેવું છે કે, કોરોબારીઓ દ્વારા તેમના સોદાનો આકાર વધારવાના કારણે ક્રુડ ઓઇલ વાયદા કિંમતમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રુડ ઓઇલ 0.60 ટકાના ઘટાડા સાથે 92.21 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું હતું. ત્યારે બ્રેંટ ક્રુડ ઓઇલનો ભાવ 0.04 ટકાના ઘટાડા સાથે 99.06 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube