Multibagger Share: ઓટો સેક્ટરની એક કંપનીના સ્ટોકે ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તમે જાણીનો ચોકી જશો કે માત્ર અઢી રૂપિયામાં મળનાર આ શેરમાં પૈસા લગાવી લોકો કરોડપતિ બની ગયા છે. શેરધારકોને માલામાલ કરનાર આ સ્ટોકને હવે માર્કેટ એક્સપર્ટ વેચવાની સલાહ આપી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૈબ્રિએલ ઈન્ડિયાના શેરની વર્તમાનમાં કિંમત 317.55 રૂપિયા છે. છેલ્લા એક મહિનામાં આ સ્ટોકમાં 40 ટકાથી વધુ તેજી આવી છે. આ જોરદાર વધારા બાદ હવે બજાર જાણકાર નિષ્ણાંતો પ્રોફિટ બુક કરવાની સલાહ આપી રહ્યાં છે, આવો જાણીએ કેમ.


20 વર્ષ પહેલા અઢી રૂપિયામાં મળી રહ્યો હતો શેર
મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર ગ્રૈબિએલ ઈન્ડિયાનો શેર 20 વર્ષ પહેલા અઢી રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. 20 સપ્ટેમ્બર 2022ના આ શેરનો ભાવ 2.60 રૂપિયા હતો પરંતુ હવે તેની કિંમત 317.55 રૂપિયા છે. એટલે કે આ સમયગાળામાં સ્ટોકે 12100 ટકાનું રિટર્ન આપ્યું છે. તે સમયે જો કોઈ ઈન્વેસ્ટરે શેરમાં 82000 નું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી હોત.


આ પણ વાંચોઃ 6 રૂપિયાના સ્ટોકે 9 મહિનામાં 1 લાખના બનાવી દીધા 24 લાખ, રોકાણકારો માલામાલ


માત્ર લાંબા ગાળામાં જ નહીં પરંતુ શોર્ટ ટર્મમાં પણ આ સ્ટોકે ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપ્યું છે. પાછલા વર્ષે માર્ચમાં આ સ્ટોક 129 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો અને માત્ર છ મહિનામાં ઉછળીને 300 રૂપિયાને પાર પહોંચી ગયો છે. 


રેકોર્ડ હાઈ બાદ થયો ઘટાડો
ગ્રૈબિએલ ઈન્ડિયાનો સ્ટોકે 338 રૂપિયાને હાઈ લગાવ્યો છે. ત્યારબાદ ઉપરી લેવલથી આ સ્ટોક 6 ટકા તૂટી ચુક્યો છે. ગ્રૈબિએલ ઈન્ડિયા ઓટો કમ્પોનેન્ટ્સ બનાવનારી કંપની છે, જે શોક ઓબ્ઝર્વર્સ સહિત રાઇડ કંટ્રોલ પ્રોડક્ટ્સ બનાવે છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન  4,559.98 કરોડ રૂપિયા છે. કંપનીના કુલ વેચાણમાં ઈલેક્ટ્રોનિક વ્હીકલ સેલ્સની ભાગીદારી આશરે 9 ટકા છે. 


બ્રોકરેજ અનુસાર, આ શેરની કિંમત એક વર્ષ આગળના ધોરણે 25 ગણી છે, તેથી મધ્યમ ગાળામાં એકત્રીકરણની આશા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, બ્રોકરેજે આ શેરને રૂ. 275ના ટાર્ગેટ ભાવ સાથે સેલ રેટિંગ આપ્યું છે.


(અહીં માત્ર શેરના પરફોર્મંસની માહિતી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube