Gautam Adani: અદાણીનું જોરદાર કમબેક..સતત તૂટ્યા બાદ હવે શેરમાં તોફાની તેજી, રોકાણકારો ખુશખુશાલ
Adani Group Share: ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓના શેરોમાં જબરદસ્ત કડાકા પર મંગળવારે બ્રેક લાગી ગઈ. અદાણી વિલમારથી લઈને અદાણી પોર્ટ સુધીના તમામ શેરોમાં તોફાની તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેરે તો શેર બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત 20 ટકાની છલાંગ લગાવી.
Adani Group Share: ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓના શેરોમાં જબરદસ્ત કડાકા પર મંગળવારે બ્રેક લાગી ગઈ. અદાણી વિલમારથી લઈને અદાણી પોર્ટ સુધીના તમામ શેરોમાં તોફાની તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેરે તો શેર બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત 20 ટકાની છલાંગ લગાવી. અત્રે જણાવવાનું કે ગત 24 જાન્યુઆરી 2023ના રોજ ગ્રુપ અંગે અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો એક રિપોર્ટ પ્રકાશિત થયા બાદ શેરોમાં સુનામી જોવા મળી રહી હતી.
અદાણીના શેરોમાં જબરદસ્ત ઉછાળો
સૌથી પહેલી વાત કરીએ ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં આવેલી તેજીની, તો છેલ્લે મળતી માહિતી મુજબ અદાણી એન્ટરપ્રાઈઝના શેરનો ભાવ 263.30 રૂપિયા ચડીને 1836 રૂપિયા થયો છે. એટલે કે 16.74 ટકાનો વધારો થયો. અદાણી પોર્ટના શેરના ભાવમાં પણ 38.60 રૂપિયા વધીને 584.05 રૂપિયા જોવા મળી રહ્યો છે. એટલે કે 7.08 ટકા વધ્યો છે. અદાણી વિલ્મરના ભાવ 4.99 ટકા ચડીને 398.90 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જી 4.72 રૂપિયાના ઉછાળા સાથે 931.05 રૂપિયા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકાની તેજી સાથે 1319 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી સતત નકારાત્મક સ્થિતિ ઝેલી રહેલી અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં માર્કેટ ખુલતા જે તેજી જોવા મળી તેને જોતા રોકાણકારો પણ ખુશ થઈ ગયા. જો કે અદાણી પાવરના શેરમાં ઘટાડો જોવા મળ્યો. જે કારોબાર વધવાની સાથે લીલા નિશાન પર પહોંચી ગયો હતો.
ફૂડ પોઈઝનિંગના કારણે 137 જેટલા વિદ્યાર્થીઓને રાતોરાત હોસ્પિટલ ખસેડાયા
રાહુલ ગાંધી હવે ગુજરાતના આ શહેરથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા
ફ્લિપકાર્ટે ઓફર્સનો કર્યો ઢગલો! ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદો સ્માર્ટફોન, એરપોડ અને ઘણું
હિંડનબર્ગના રિપોર્ટથી આવી સુનામી
અત્રે જણાવવાનું કે હિંડનબર્ગ જે અમેરિકી રિસર્ચ ફર્મ છે તેના એક રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો હતો. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેર 66 ટકા સુધી પડ્યા હતા. આ સાથે જ ગ્રુપની માર્કેટ કેપમાં પણ 117 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. તથા ગૌતમ અદાણી દુનિયાના ટોપના અબજોપતિઓની યાદીમાં ચોથા નંબરેથી સરકીને સોમવાર સુધીમાં 22માં નંબરે પહોંચી ગયા. આ સંકટભર્યા સમયમાં મંગળવારે અદાણી ગ્રુપના શેરોમાં આવેલી તેજી રાહત કહી શકાય.
અદાણી ગ્રુપે કરી છે આ મોટી જાહેરાત
અત્રે જણાવવાનું કે છેલ્લા 14 દિવસથી સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા અદાણી ગ્રુપે સોમવારે પોતાના ગિરવી રાખેલા શેરોને સમય પહેલા છોડાવવાની જાહેરાત કરી હતી. આ માટે કંપની 9185 કરોડ રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે. આ ખબરની અસર મંગળવારે ગ્રુપની કંપનીઓના શેર પર જોવા મળી. આ ઉપરાંત એક રિપોર્ટ મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE એ અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનની સર્કિટ લિમિટને સંશોધિત કરીને 5 ટકા કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube