Valentine's Day 2023: ફ્લિપકાર્ટે ઓફર્સનો કર્યો ઢગલો! ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદો સ્માર્ટફોન, એરપોડ અને ઘણું બધુ

Flipkart Valentine Day Sale 2023: વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે ત્યારે તમે પણ તમારા પ્રેમી કે પ્રેમિકાને ભેટ આપીને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરવાની તક શોધતા હશો. તમારા મનના માણિગર કે પછી હ્રદયની રાણીને ગમતી વસ્તુથી સ્પેશિયલ અનુભવ કરાવો. ફ્લિપકાર્ટની આ ઓફર્સ એકવાર ચોક્સપણે જુઓ....

Valentine's Day 2023: ફ્લિપકાર્ટે ઓફર્સનો કર્યો ઢગલો! ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદો સ્માર્ટફોન, એરપોડ અને ઘણું બધુ

Flipkart Valentine's Day Sale: વેલેન્ટાઈન ડે નજીક છે અને પ્રેમીઓ પોતાના લવ પાર્ટનરને સરસ ગિફ્ટ આપવા માટે  આતુર બની રહ્યા છે. ત્યારે તેમના માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર "Flip Heart Days" સેલ ચાલુ છે જે 12મી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અહીં તમને એપલ આઈફોનથી લઈને એરપોડ સુધીની વસ્તુઓ મળશે. વિગતો  ખાસ જાણો. 

Flipkart Valentines Day Sale: Bank offer
"Flip Heart Days" sale ના ભાગ સ્વરૂપે ફ્લિપકાર્ટ જો તમે એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ વાપરશો તો તમને 5 ટકા કેશબેક આપશે. આ સિવાય જે ગ્રાહકો ફ્લિપકાર્ટ પે લેટર ઓપ્શન પસંદ કરશે તેમને 500 રૂપિયાનું ગિફ્ટ વાઉચર મળશે. 

Apple iPhone 14: આ સેલમાં તમે એપલ આઈફોન 14 72,499 રૂપિયામાં મેળવી શકસો. હાલની પ્રાઈઝ પર 9 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે ગ્રાહકોને એક્સચેન્જમાં 23,000 રૂપિયાનો ફાયદો પણ મળી શકશે. 

Apple iPad (9th Gen): આ આઈપોડ 11 ટકા ડિસ્કાઉન્ટે મળશે. એપલ આઈપોડ હાલ  29,990 રૂપિયે મળી રહ્યા છે. જેમને એક્સચેન્જમાં મેળવવા હોય તેઓ તેમના જૂના ડિવાઈઝને આપીને 17500 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. 

Motorola G52: મોટોરોલાનો આ સ્માર્ટફોન ત્રિપલ કેમેરા સેટઅપ અને પ્રાઈમરી સેન્સર (50MP) સાથે આવે છે. તેમાં સેલ્ફી માટે 16MP કેમેરા ફ્રન્ટ સાઈડમાં હોય છે. આ ડિવાઈસમાં 5000mAh ની બેટરી હોય છે જે હાલ 12,999 ના ભાવે મળી રહ્યો છે. જેમાં ડિસ્કાઉન્ટ જોવા જઈએ તો 35 ટકા જેટલા ધરખમ ડિસ્કાઉન્ટે ઉપલબ્ધ છે. 

Apple AirPods Pro: 23 ટકા ડિસ્કાઉન્ટે તમે એરપોડ મેળવી શકશો. હાલ એપલ એરપોડ્સ પ્રોની કિંમત 19,999 રૂપિયા છે. 

ફ્લિપકાર્ટની જેમ જ અમેઝોન પણ તમારા માટે વેલેન્ટાઈનની ઉજવણી સ્પેશિયલ બનાવવા માટે જલદી પ્રોડક્ટ્સ પર સારા ડિસ્કાઉન્ટ અને સેલ અંગે જાહેરાત કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news