Gautam Adani: અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી  ભારતની સાથે સાથે એશિયાના પણ સૌથી મોટા ધનકુબેર છે. થોડા સમય પહેલા ભલે દુનિયામાં અનેક લોકો તેમના નામથી અજાણ હશે પરંતુ હવે તેમને આખી દુનિયા જાણે છે. ગૌતમ અદાણીએ નેટવર્થ મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્લૂમબર્ગના ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણી હવે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આમ કરનારા પહેલા એશિયન ઊદ્યોગપતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણીથી આગળ આ બે ઉદ્યોગપતિ
બ્લૂમબર્ગ ઈન્ડેક્સના જણાવ્યાં મુજબ અદાણીએ હવે  Louis Vuitton ના સીઈઓ અને ચેરમેન બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ છોડ્યા છે. ઈન્ડેક્સ મુજબ અદાણીની નેટવર્થ વધીને હાલ 137.4 બિલિયન ડોલર થઈ ચૂકી છે. હવે અદાણી સમૂહના ચેરમેનની આગળ ફક્ત ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ છે. મસ્કની નેટવર્થ હાલ 251 બિલિયન ડોલર છે. જ્યારે બેજોસ પાસે હાલ 153 બિલિયન ડોલરની સંપત્તિ છે. 


અદાણી માટે લકી રહ્યું વર્ષ 2022
છેલ્લા કેટલાક સમયથી અદાણીની નેટવર્થ ખુબ ઝડપથી વધી છે. દુનિયાભરના શેર બજારોમાં વેચાવલીના દોરમાં પણ અદાણીની મિલ્કત સતત વધી છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ મુજબ અદાણી ટોપ 10 અમીરોની યાદીમાં એકલા એવા વ્યક્તિ છે જેમની સંપત્તિ છેલ્લા 24 કલાક દરમિયાન વધી છે. આ દરમિયાન અદાણીની નેટવર્થમાં 1.2 બિલિયન ડોલરની સંપત્તિનો વધારો થયો છે. આ વર્ષની વાત કરીએ તો અદાણી માટે આ વર્ષ ખુબ જ લકી સાબિત થયું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિ 60.9 બિલિયન ડોલર વધી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube