નવી દિલ્હીઃ GDP Data for 2nd Quarter Declared: નાણાકિય વર્ષ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે બીજા ક્વાર્ટરમાં ( 2nd Quarter) માં દેશનો આર્થિક વૃદ્ધિ દર ( GDP ) 8.4 ટકા રહ્યો. જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 20.1 ટકા રહ્યો હતો. પાછલા વર્ષે 2020-21 ના બીજા ક્વાર્ટરમાં જીડીપી -7.5 ટકા (નેગેટિવ) રહ્યો હતો. સ્ટેટેસ્ટિક્સ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા ક્વાર્ટરમાં 8.4 ટકા રહ્યો જીડીપી
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય વતી, એવું કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં જીડીપી રૂ. 35.73 લાખ કરોડ પર પહોંચી ગયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 32.97 લાખ કરોડ હતો.


NSO તરફથી જાહેર આંકડામાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોસ વેલ્યૂ એડેડ ( GVA) ગ્રોથ 5.5 ટકા રહ્યો. પાછલા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં તેમાં -1.5 ટકાનો ગ્રોથ નોંધાયો હતો. કૃષિ ક્ષેત્રનો GVA Growth 4.5 ટકા રહ્યો છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3.0 ટકા રહ્યો હતો. 


આ પણ વાંચોઃ જો તમારી પાસે છે 25 Paisa નો આ સિક્કો, તો એક ક્લિકમાં બની જશો લખપતિ; જાણો કેવી રીતે


7.5 ટકાનો જીવીએ ગ્રોથ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં હતો. ગયા વર્ષે એપ્રિલ-જુલાઈ ક્વાર્ટર દરમિયાન તે -7.2 ટકા હતો. ખાણકામ ક્ષેત્રે 15.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ક્વાર્ટરમાં વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં 8.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં 2.3 ટકાનો વિકાસ દર નોંધાયો હતો.


તેવી જ રીતે, વેપાર, હોટેલ, પરિવહન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ સંબંધિત સેવાઓમાં 8.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તેવી જ રીતે, નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓમાં 7.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube