નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની સાધારણ વીમા કંપનીઓને માટે આગામી બજેટમાં 4 હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી શકાય છે. આ કંપનીઓની સ્થિતિ સારી કરવા માટે સરકાર પૈસા આપી શકે છે. નાણાકિય વર્ષ 2019-20 માટે બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થશે. પરંતુ આ વચગાળાનું બજેટ હશે. વિભાગે 4 હજાર કરોડ રૂપિયાની માગ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, બજેટમાં ફાળવવામાં આવેલા નાણા બાદ દરેક કંપનીને નાણાની ફાળવણી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વધુ સારારણ વીમા કંપનીઓ લાભ કમાવાની સ્થિતિમાં નથી. તેનું મુખ્ય કારણ પ્રીમિયમની આવકના પ્રમાણમાં વધુ દાવા રજૂ કરવાથી થતા નુકસાનનો દવાબ છે. તે વાત પર પણ ધ્યાન આપવાની જરૂર છે કે 2018-19ના બજેટમાં સરકારે નેશનલ વીમા કંપની, ઓરિએન્ટર વીમા કંપની અને યૂનાઇટેડ ઈન્ડિયા વીમા કંપનીના વિલયનો પ્રસ્તાવ કર્યો હતો. 


નાણાપ્રધાન અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, આ ત્રણેય કંપનીઓને ભેગી કરીને એક વીમા કંપની બનાવવામાં આવે. આ વિલયને સંભવતઃ ચાલુ નાણાકિય વર્ષમાં પૂરુ કરી દેવામાં આવે. ત્રણેય કંપનીઓની પાસે 31 માર્ચ 2017 સુધી સાધારણ વીમા બજારની 35 ટકા ભાગીદારી હતી. તેના સાથે 200થી વધુ વીમા ઉત્પાદનો છે જેનું કુલ પ્રીમિયમ 41,461 કરોડ રૂપિયા રહ્યું હતું. 


વાંચો બિઝનેસના અન્ય સમાચારો