નવી દિલ્હીઃ GMR Airports Infrastructure share:  1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટ બાદ એરપોર્ટ કારોબાર સાથે જોડાયેલી કંપની GMR એરપોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર રોકેટની જેમ વધી રહ્યાં છે.  સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે આ શેર 86.94 રૂપિયા પર પહોંચી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમતમાં 9 ટકાની તેજી જોવા મળી છે. આ પહેલા શેરની કિંમત 79.04 રૂપિયા હતી. 8 જાન્યુઆરી 2024ના શેરની કિંમત 88.70 રૂપિયા પર હતી. આ શેરનો 52 સપ્તાહનો હાઈ છે. 3 ફેબ્રુઆરીએ શેરની કિંમત 36.45 રૂપિયા પર આવી ગઈ હતી. આ શેરનો 52 સપ્તાહનો લો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીનું ક્વાર્ટર પરિણામ
નોંધનીય છે કે જે દિવસે વચગાળાનું બજેટ રજૂ થયું ત્યારે GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. આ કંપનીએ ડિસેમ્બર 2023ના ક્વાર્ટરમાં 317.46 કરોડની ખોટ થઈ હતી. આ પહેલા કંપનીને સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 191.36 કરોડનો નફો થયો હતો. ડિસેમ્બર 2022ના સમાપ્ત ક્વાર્ટર દરમિયાન કંપનીનો પ્રોફિટ 1761.46 કરોડ રૂપિયાનો હતો.


આ પણ વાંચોઃ 5 ફેબ્રુઆરીએ ઓપન થશે પાર્ક હોટલ્સનો IPO,ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીના સંકેત


શેરહોલ્ડિંગ પેટર્ન શું છે
GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, 59.07 ટકા હિસ્સો પ્રમોટર પાસે છે. તે જ સમયે, પબ્લિક શેરહોલ્ડિંગ 40.93 ટકા છે. ડિસેમ્બર 2023 સુધીમાં, વ્યક્તિગત પ્રમોટર કંપનીના 96,60,070 શેર ધરાવે છે. આ સિવાય જીએમઆર એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 2,68,48,43,150 શેર ધરાવે છે.


બજેટમાં એરપોર્ટને લઈને જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે વિમાનન ક્ષેત્રના છેલ્લા 10 વર્ષમાં ઝડપથી આગળ વધવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્તમાન એરપોર્ટનો વિસ્તાર અને નવા એરપોર્ટનું નિર્માણ ઝડપથી યથાવત રહેશે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું- ઉડાન યોજના હેઠળ ટિયર-ટૂ અને ટિયર-થ્રી શહેરો માટે હવાઈ સંપર્કનો વ્યાપક વિસ્તાર થયો છે. દેશમાં 517 નવા હવાઈ માર્ગો પર 1.3 કરોડ યાત્રીકોની અવરજવર રહી છે.