Electric Vehicles ને ચાર્જ કરવાની ઝંઝટ ખતમ, GoFuel લાવી રહ્યું છે મોબાઇલ ચાર્જિંગ સ્ટેશન
જો તમે પણ ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicle) ચલાવો છો અથવા આવું વાહન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ડોર સ્ટેપ પર ફ્યુઅલ ડિલિવરી કરતી કંપની GoFuel એ ઇલેક્ટ્રિક વાહનો માટે મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન (Mobile Charging Station) શરૂ કરવાની જાહેરાત કરી છે
નવી દિલ્હી: જો તમે પણ ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicle) ચલાવો છો અથવા આવું વાહન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ડોર સ્ટેપ પર ફ્યુઅલ ડિલિવરી કરતી કંપની GoFuel એ ઇલેક્ટ્રિક વાહનો માટે મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન (Mobile Charging Station) શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની મદદ સાથે, તમે ચાર્જિંગ સ્ટેશન પર ગયા વિના ગમે ત્યાં તમારા ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરી શકશો.
દેશભરમાં સ્થાપશે મોબાઈલ સ્ટેશન
આગામી વર્ષ સુધીમાં દેશભરમાં 100 ચાર્જિંગ અને બેટરી સ્વેપિંગ સ્ટેશન સ્થાપવાનો કંપનીએ મેગા પ્લાન તૈયાર કર્યો છે. લોકોને આ મોબાઇલ સ્ટેશનો પર 24x7 ચાર્જિંગ સુવિધા મળશે. GoFuel એ ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રમાં ધૂમ મચાવવા માટે યુરોપિયન વાહન ચાર્જિંગ કંપની સાથે ભાગીદારી કરી છે. આ કંપની તેના ચાર્જિંગ સ્ટેશનોમાં 100% સૌર ઉર્જાથી પેદા થતી વીજળી પૂરી પાડશે, જે વીજળીના ઉત્પાદનમાં હાનિકારક તત્વોનું ઉત્સર્જન ઘટાડશે.
આ પણ વાંચો:- iPhone 13 Series ના આ સમાચાર સાંભળી ઝૂમી ઉઠ્યા લોકો, કહ્યું- વાહ! આ તો ગજબ થઈ ગયું
ગમે ત્યારે ગમે ત્યાં કરી શકાશે ચાર્જિંગ
કંપનીનું માનવું છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પૂરતા પ્રમાણમાં ચાર્જિંગ સ્ટેશન છે. જેના કારણે રેન્જ અને ચાર્જિંગને લઈને લોકોમાં ઘણી મૂંઝવણ છે. GoFuel પ્રથમ કંપની હશે જે ઇલેક્ટ્રિક વાહનને ગમે ત્યાં અને ગમે ત્યારે ચાર્જ કરવા માટે તૈયાર હશે. તેનાથી લોકોમાં ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવાની સમસ્યા હલ થશે અને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પ્રેરિત થશે.
આ પણ વાંચો:- રિટાયર્ડ કર્મચારીઓ માટે જરૂરી સમાચાર! ગ્રેચ્યુઇટી અને કેશ પેમેન્ટની થઈ જાહેરાત, આટલું મળશે મોંઘવારી ભથ્થું
સુપરફાસ્ટ ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે
કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સુપરફાસ્ટ ચાર્જિંગ માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ચાર્જર્સની ક્ષમતા 200kWh સુધીની હશે. આ સ્પીડમાં ફાસ્ટ ચાર્જરની મદદથી ઇલેક્ટ્રિક વાહનને થોડીવારમાં ચાર્જ કરી શકાય છે. આ ઇલેક્ટ્રિક કાર જેવા મોટા વાહનને પણ ચાર્જ કરવાનું સરળ બનાવશે. આ સિવાય કંપનીએ બેટરી સ્વેપિંગની સુવિધા આપવાનું પણ આયોજન કર્યું છે. બેટરી સ્વેપિંગમાં એક્ઝોસ્ટ થયેલી બેટરીને વાહનમાંથી કાઢી નાખવામાં આવશે અને તેને સંપૂર્ણ ચાર્જ કરેલી બેટરીથી બદલવામાં આવશે. આ ચાર્જિંગમાં લેવાયેલો સમય બચાવશે, કંપની આ સુવિધા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર્સ માટે ઉપલબ્ધ કરાવશે. ચાર્જિંગની સુવિધા માટે GoFuel ની મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓર્ડર બુક કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube