7th Pay Commission: રિટાયર્ડ કર્મચારીઓ માટે જરૂરી ખબર! ગ્રેચ્યુઇટી અને કેશ પેમેન્ટની થઈ જાહેરાત, આ દર પર મળશે DA

રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી છે. નાણા મંત્રાલયના વ્યય વિભાગે રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓનું કેશ પેમેન્ટ અને ગ્રેચ્યુઇટી જાહેર કર્યું છે. જાન્યુઆરી 2020 થી જૂન 2021 માટે ગ્રેચ્યુઇટીની જાણકારી આપવામાં આવી છે

7th Pay Commission: રિટાયર્ડ કર્મચારીઓ માટે જરૂરી ખબર! ગ્રેચ્યુઇટી અને કેશ પેમેન્ટની થઈ જાહેરાત, આ દર પર મળશે DA

7th Pay Commission Update: રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી છે. નાણા મંત્રાલયના વ્યય વિભાગે રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓનું કેશ પેમેન્ટ અને ગ્રેચ્યુઇટી જાહેર કર્યું છે. જાન્યુઆરી 2020 થી જૂન 2021 માટે ગ્રેચ્યુઇટીની જાણકારી આપવામાં આવી છે. મંત્રાલયે એક મેમોરેન્ડમ જાહેર કરી આ વાતની જાણકારી આપી છે. આ મેમોરેન્ડમમાં 1 જાન્યુઆરી 2021 થી 30 જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું જાહેર કરવાની જાણકારી આપવામાં આવી છે.

ગ્રેચ્યુઇટી, લીવ ઇનકેશમેન્ટની જાણકારી
આ જાણકારી એક ટ્વીટ દ્વારા આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વ્યય વિભાગે કેન્દ્રીય કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી અને લીવ ઇનકેશમેન્ટને લઇને 7 સપ્ટેમ્બર 2021 ના ઓફિસ ઓફ મેમોરેન્ડમ જાહેર કર્યું છે. આ તે કર્મચારી છે જે જાન્યુઆરી 2021 થી જૂન 2021 ના સમયગાળામાં રિટાયર થયા છે.

કેટલું મળશે મોંઘવારી ભથ્થું
તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયમાં મોંઘવારી ભથ્થા દર પ્રાથમિક વેતનના 17 ટકા જ રહેશે. તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરી 2020 ના રોજ વધેલા 4 ટકા ડીએ અને 1 જુલાઇ 2020 ના રોજ વધેલા 3 ટકા ડીએના વધારાના હપ્તા ઉમેરીને મોંઘવારી ભથ્થાને વધારીને 28% કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 1972 માં સમાવિષ્ટ હાલની જોગવાઈઓ અનુસાર, નિવૃત્તિ અથવા મૃત્યુની તારીખે DA ને ગ્રેચ્યુઇટીની ગણતરીના આધારે વેતન તરીકે ગણવામાં આવે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા મેમોરેન્ડમમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 સુધી, નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓ અને પહેલાથી જ નિવૃત્ત કર્મચારીઓને રજાના બદલામાં ગ્રેચ્યુઇટી અને રોકડ ચુકવણી એક સમયના નિવૃત્તિ લાભો હશે.

— D/o Pension & Pensioners' Welfare , GoI (@DOPPW_India) September 8, 2021

આ છે મોંઘવારી ભથ્થા દર
1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2020 - બેઝિક પગારના 21 ટકા
1 જાન્યુઆરી 2020 થી 31 ડિસેમ્બર 2020 - બેઝિક પગારના 24 ટકા
1 જાન્યુઆરી 2021 થી 30 મે 2021- બેઝિક પગારના 28 ટકા

સીસીએસ (CCS) પેન્શન નિયમ 1972 માં સમાવિષ્ટ અન્ય તમામ શરત અને પેન્શન અને પીડબ્લ્યૂ વિભાગના આદેશ રજાના બદલે ગ્રેચ્યુઇટી અને કેશ પેમેન્ટની ગણતરી કરતા સમયે લાગુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news