નવી દિલ્હીઃ Gold Price Today 25th January: શેર બજારમાં ધોવાણ અને લગ્નની સીઝન વચ્ચે સોની બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આજે 24 કેરેટ શુદ્ધ સોનું મોંઘુ થયું છે તો ચાંદીમાં નરમી આવી છે. આજે સોનું 48885 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર ખુલ્યુ તો ચાંદી સસ્તી થઈને 63853 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ હજુ પણ 24 કેરેટ શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ 56126 રૂપિયાથી માત્ર 7369 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું છે. તો ચાંદી ઉચ્ચ સપાટી 76004 રૂપિયાથી 12155 રૂપિયા પ્રતિ કિલો સસ્તી છે. 


ઈન્ડિયન બુલિયન એસોસિએશન દ્વારા જાહેર રેટ પ્રમાણે આજે મંગળવારે સોની બજારોમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ સોમવારના બંધ રેટના મુકાબલે 92 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 48885 રૂપિયા પર ખુલ્યો. તો આજે 22 કેરેટ સોનાનો ભાવ 44779 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. જ્યારે 18 કેરેટ ગોલ્ડની કિંમત હવે 36664 રૂપિયા છે. તો 14 કેરેટ સોનાનો ભાવ વધીને 28544 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. તેના પર મેકિંગના ત્રણ ટકા જીએસટી અલગથી છે. 


આ પણ વાંચોઃ શું તમે Scooty ચલાવો છો? નવા નિયમો ખાસ જાણો...નહીં તો ફટાક દઈને 23 હજારનું ચલણ કપાશે!


મહત્વનું છે કે 14 કેરેટ સોનામાં 58.1 ટકા શુદ્ધ સોનું અને બાકી ઘાતુઓનું મિશ્રણ હોય છે. તેનો ભારતમાં વધુ ઉપયોગ કરવામાં આવતો નથી. 18 કેરેટ સોનામાં 75 ટકા ગોલ્ડ અને 25 ટકા ધાતુઓમાં તાંબુ, ચાંદીનું મિશ્રણ હોય છે. આ રીતે સોનાના સ્ટોન સ્ટેડેડ ઘરેણા બનાવવા અને બીજી ડાયમંડ જ્વેલરી બનાવવામાં ઉપયોગ થાય છે. આ 24 કેરેટ અને 22 કેરેટના મુકાબલે સસ્તું અને વધુ મજબૂત હોય છે. તેનો રંગ હળવો પીળો હોય છે. 


સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ


ધાતુ અને તેની શુદ્ધતા 25 જાન્યુઆરીનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 24 જાન્યુઆરીનો ભાવ (રૂપિયા/10 ગ્રામ)

ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 48885 48793 92
Gold 995 (23 કેરેટ) 48689 48598 91
Gold 916 (22 કેરેટ) 44779 44694 85
Gold 750 (18 કેરેટ) 36664 36595 69
Gold 585 ( 14 કેરેટ) 28598 28544 54
Silver 999 63853 Rs/Kg 64422 Rs/Kg -569 Rs/Kg


IBJA ના રેટ દેશભરમાં સર્વમાન્ટ
મહત્વનું છે કે IBJA દ્વારા જારી રેટ દેશભરમાં સર્વમાન્ટ છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદવા સમયે તમે IBJA ના ભાવનો હવાલો આપી શકો છો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના સેન્ટરોથી સોના-ચાંદીના કરન્ટ રેટને લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છેય સોના-ચાંદીના હાજર ભાવ અલગ-અલગ જગ્યા પર અલગ હોઈ શકે છે પરંતુ તેમાં થોડું અંતર હોય છે.


આ પણ વાંચોઃ Bank નું કંઈ કામ હોય તો જલ્દી પતાવી દેજો, ફેબ્રુઆરીમાં આટલાં દિવસ બંધ રહેશે બેંક


આ રીતે કરો શુદ્ધતાની ઓળખ
24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું હોય છે.
22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું હોય છે.
21 કેરેટ સોનાની ઓળખ માટે 875 લખેલું હશે.
18 કેરેટની જ્વેલરી પર 750 લખેલું હોય છે.
14 કેરેટ જ્વેલરી પર 585 લખેલું હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube