Gold Price: સોનાના ભાવમાં એક મહિનામાં 4,526 તો ચાંદીમાં 10 હજારથી વધુનો ઘટાડો, જાણો કિંમત
જો આપણે પાછલા મહિનાના ઉચ્ચ સ્તરથી હાલની કિંમતોની તુલના કરીએ તો સોના અને ચાંદી બંન્ને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ ઘરેલૂ સ્તર પર સોનાનો ભાવ શુક્રવારે ઘટાડા સાથે બંધ થયો હતો. એમસીએક્સ એક્સચેન્જ પર પાંચ ઓક્ટોબર 2020ના સોનાનો વાયદા ભાવ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે ઘટાડા સાથે 51,319 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતો. આ રીતે ડિસેમ્બર વાયદાના સોનાનો ભાવ પણ એમસીએક્સ પર શુક્રવારે ઘટાડા સાથે 51,494 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આવો જાણીએ પાછલા સપ્તાહે સોનાની કિંમતોમાં કેટલો તફાવત આવ્યો છે.
સોનાની કિંમતોમાં પાછલા સપ્તાહે વધારો થયો છે.
સોનાની કિંમતોમાં પાછલા સપ્તાહે વધારો થયો છે. પાછલા સપ્તાહે પ્રથમ કારોબારી દિવસ સોમવાર, 7 સપ્ટેમ્બરે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 50,801 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. તો તેના પાછલા સત્રમાં તે 50678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે સોનાના ભાવમાં પાછલા સપ્તાહે 641 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. આ રીતે ડિસેમ્બર વાયદાના સોનાના ભાવમાં પાછલા સપ્તાહે 589 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો હતો.
જો ઘરેલૂ બજારમાં ચાંદીની વાત કરવામાં આવે તો એમસીએક્સ પર ડિસેમ્બર વાયદાની ચાંદીનો ભાવ પાછલા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે 1063 રૂપિયાના મોટા ઘટાડા સાથે 67,928 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આ ચાંદીની કિંમત પાછલા સોમવાર, 7 સપ્ટેમ્બરના એમસીએક્સ પર 68,232 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. તો તેની પહેલાના સત્રમાં તે 67266 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.આ રીતે ચાંદીની કિંમતમાં પાછલા સપ્તાહે 662 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો હતો.
બેંકમાં Zero Balance Account ખોલાવવું છે તમારે? આ છે 5 શ્રેષ્ઠ વિકલ્પ
જો આપણે પાછલા મહિનાના ઉચ્ચ સ્તરથી હાલની કિંમતોની તુલના કરીએ તો સોના અને ચાંદી બંન્ને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છ ઓગસ્ટે ઓક્ટોબર વાયદાનું સોનું 55,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી સોનામાં 4526 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. આ રીતે પાછલા મહિને 10 ઓગસ્ટે ડિસેમ્બરમાં વાયદા ચાંદીની કિંમત 78256 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ચાંદીની કિંમતોમાં 10328 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે.
સોનાની વૈશ્વિક કિંમત પર નજર કરીએ તો બ્લૂમબર્ગ અનુસાર પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે સોનાનો ડિસેમ્બર વાયદા ભાવ કોમેક્સ પર 0.83 ટકા એટલે કે 16.40 ડોલરના ઘટાડા સાથે 1947.90 ડોલર પ્રતિ ઔંસ બંધ થયો હતો. આ સિવાય સોનાનો વૈશ્વિક હાજર ભાવ શુક્રવારે 0.28 ટકાના ઘટાડા સાથે 1940.55 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.
આ રીતે ડિસેમ્બર વાયદા ચાંદીની વૈશ્વિક કિંમત કોમેક્સ પર શુક્રવારે 1.59 ટકાના ઘટાડા સાથે 26.86 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 0.55 ટકાના ઘટાડા સાથે 26.73 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.
ચીન-ભારત વચ્ચે તણાવના તમામ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube