ઝી મીડિયા/બ્યૂરો :સોનાના ભાવમાં (Gold price today) બુધવારના રોજ માર્કેટ ખૂલતા જ તેજી જોવા મળી રહી છે. MCX પર સોનુ સવારે લગભગ 9.25 વાગ્યે 45 રૂપિયાની તેજી સાથે 402289.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. MCX પર વાયદાના વેપારમાં જૂન 2020 માટે સોનું 65.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે 40515.00 રૂપિયા પર વેપાર કરી રહ્યું હતું. ચાંદીના ભાવમાં MCX પર 518 પ્રતિ કિલોનીની તેજી દેખાઈ હતી. તેજી બાદ ચાંદી 35971.00 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર કરી રહી હતી.


આ 3 લક્ષણોને જાણી લેશો, તો કોરોનો તમારી આજુબાજુ પણ નહિ ભટકે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે ભાવમાં ઘટાડો થયો હતો
દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવ 80 રૂપિયા તૂટીને 39,719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું. HDFC સિક્યોરિટીઝે મંગળવારે કહ્યું કે, નબળી વૈશ્વિક વલણ અને રૂપિયાના વિનિય ભાવમાં તેજીની સાથે સોનામાં તેજી આવી છે. મૂલ્યવાન ધાતુ ગત દિવસે 39,799 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલનું કહેવુ છે કે, નબળા વૈશ્વિક વલણની સાથે ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત થવાની સાથે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ (Gold price today in delhi ) 80 રૂપિયા નીચે આવ્યો છે. ચાંદીનો ભાવ પણ 734 રૂપિયા તૂટીને 35,948 રૂપિયા કિલો પર આવી ગયો છે. ગત કારોબારમાં આ 36,682 રૂપિયા કિલો પર બંધ થયો હતો. 


આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું


ઈન્વેસ્ટર્સના નફા વસૂલીથી ભાવોમાં થયો ઘટાડો
ઈન્વેસ્ટર્સે શેરોમાં થયેલા નુકસાનીન ભરપાઈ કરવા માટે સોનામાં મુનાફાવસૂલી કરી, જેનાથી આ મૂલ્યવાન ધાતુના ભાવમાં નરમાશ આવી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ઘટીને 1483 પ્રતિ ઔંસ રહ્યો, જ્યારે કે ચાંદીની કિંમત 12.53 ડોલર પ્રતિ ઔંસ રહ્યું. નરમ વૈશ્વિક વલણની વચ્ચે સટોડિયાના સોદા ઘટવાથી મંગળવારે વાયદા બજારમાં સોનું 477 રૂપિયા ઘટીને 39,041 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં એપ્રિલ મહિનાની ડિલીવરી માટે સોનુ 477 રૂપિયા એટલે કે 1.21 ટકા નરમ થઈને 39,041 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેમાં 4662 લોટ માટે વેપાર થયો હતો.


જૂનના આ છે ભાવ
આ પ્રકાર, જૂન મહિનાની ડિલીવરી માટે સોનુ 554 રૂપિયા એટલે કે 1.39 રૂપિયા વધીને 39335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેમાં 757 લોટ માટે વેપાર થયો. વિશ્લેષકોના અનુસાર, નકારાત્મક વૈશ્વિક વલણ તથા સટોડિયાના સોદા ઘટવાથી સોના વાયદા નબળા થયા છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.20 ટકા ઘટીને 1483.60 ડોલર પ્રતિ ઔંસ રહ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર