નવી દિલ્હીઃ કોરોના વેક્સિનની જાહેરાત બાદ સોના (Gold Rate)ની કિંમતોમાં જે ઘટાડા (Gold price fall)નો સિલસિલો શરૂ થયો હતો, તેના પર આજે બ્રેક લાગી ગઈ છે. આજે સવારે બજારમાં સોનુ 140 રૂપિયાના વધારા સાથે 53,415 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યુ, જે સોમવારે  53,275 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું. કારોબાર શરૂ થવાના થોડા સમયમાં સોનુ   53,563 પ્રતિ 10 ગ્રામની ઉચ્ચ સપાટી અને 53,322ની નિચલી સપાટીએ પહોંચ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના-ચાંદી માટે આકર્ષણ યથાવત
રશિયા દ્વારા કોરોનાની રસી બનાવવાનો દાવો કર્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા સપ્તાહે મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ આર્થિક મંદી, અમેરિકા-ચીન વચ્ચે તકરાર અને ડોલરની નબળાઇથી સોના અને ચાંદીમાં આગળ પણ તેજી આવવાની શક્યતા છે. કોમોડિટી નિષ્ણાંતો પ્રમાણે સોના અને ચાંદી પ્રત્યે રોકાણકારોનું આકર્ષણ યથાવત છે કારણ કે કોરોના કેર હજુ ટળ્યો નથી અને શેર બજારમાં પણ અનિશ્ચિતતા યથાવત છે. નિષ્ણાંતો જણાવે છે કે મોંઘી ધાતુઓ પ્રત્યે રોકાણકારોનું આકર્ષણ ઘટ્યું નથી. 


કોરોના કાળમાં સોનુ બન્યું વરસાદ
સોનુ આર્થિક સંકટમાં કામ આવનારી સંપત્તિ છે, હાલની મુશ્કેલ વૈશ્વિક પરિસ્થિતિઓમાં તે ધારણા એકવાર ફરી સાચી સાબિત થઈ રહી છે. કોવિડ-19 મહામારી અને ભૂ-રાજનીતિક સંકટ વચ્ચે સોનુ એકવાર ફરી રેકોર્ડ બનાવી રહ્યું છે અને અન્ય સંપત્તિઓની તુલનામાં રોકાણકારોના રોકાણનો સારો વિકલ્પ સાબિત થયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઉતાર-ચઢાવ વચ્ચે સોનુ હજુ ઓછામાં ઓછા એક-દોઢ વર્ષ સુધી ઉંચા સ્તરે યથાવત રહેશે. દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલફેયર એસોસિએશનના અધ્યક્ષ વિમલ ગોયલનું માનવુ છે કે ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનાનું ઉચ્ચસ્તર જારી રહેશે. તેઓ કહે છે કે સંકટના આ સમયમાં સોનુ રોકાણકારો માટે વરદાન છે. ગોયલ માને છે કે દિવાળીની આસપાસ સોનામાં 10થી 15 ટકા સુધીનો ઉછાળ આવી શકે છે. 


ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો પણ ATM માંથી નિકાળી શકશો કેશ, જાણો Trick


મુશ્કેલીના સમયમાં હંમેશા વધી છે સોનાની ચમક!
મુશ્કેલીના દરેક સમયમાં હંમેશા સોનાની ચમક વધી છે. 1979મા ઘણા યુદ્ધ થયા અને તે વર્ષે સોનામાં આશરે 120 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલમાં 2014મા સીરિયા પર અમેરિકાનો ખતરો હતો, તે સમયે પણ સોનાના ભાવ વધવા લાગ્યા હતા. પરંતુ બાદમાં તે પોતાના જૂના સ્તરે પરત આવી ગયા હતા. જ્યારે ઈરાન સાથે અમેરિકાનો તણાવ વધી ગયો કે પછી ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિ બની, ત્યારે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube