Gold Price Today: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો આ ખબર  ખાસ તમારા માટે છે. જો તમારો પણ સોનું ખરીદવાનો પ્લાન હોય તો આજે સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 10 ગ્રામના 61,400 રૂપિયા જોવા મળી રહ્યો છે. આ સાથે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીનો  ભાવ ખુબ તેજીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX માં ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.73 ટકા તેજી સાથે 61,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર આજે સવારે જોવા મળ્યો. ચાંદીના ભાવમાં પણ 1.12 ટકાની તેજી જોવા મળી છે. ત્યારબાદ ચાંદીનો પ્રતિ કિલો ભાવ 77,442 રૂપિયા જોવા મળ્યો છે. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 61044 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જે આજે 521 રૂપિયા વધીને 61565    ના સ્તરે જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 519 રૂપિયા તેજી સાથે 61319 ના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 477 રૂપિયા વધીને 56393ના સ્તરે છે. 750 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 390 રૂપિયા વધીને 46173ના સ્તરે છે. જ્યારે 585 શુદ્ધતાવાળું સોનું  305 રૂપિયા વધીને 36015ના સ્તરે છે. ચાંદીમાં પ્રતિ કિલો 1077 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ હાલ 76359 રૂપિયા જોવા મળી રહ્યો છે. 



(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો  ભાવ પ્રતિ કિલો છે)


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


AI થી આ 10 સેક્ટર્સને જોખમ! આવનારા વર્ષોમાં આ લોકોની નોકરી પર સંકટ, જુઓ યાદી


મોટા ખુશખબર, ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી શકે છે મહિલાઓ, રેલવેનો નિયમ!


ભારત 0, ચીન 12.5, અમેરિકા 65 અને યુકેમાં 75%… ભારતના આ સ્કોરથી મોદીની થશે વાહવાહી


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube