Indian Railways: મોટા ખુશખબર, ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી શકે છે મહિલાઓ, રેલવેનો નિયમ!

Indian Railways Rules For Women: રેલવે તરફથી મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. સીનિયર સિટિઝન્સને લઈને દેશભરની મહિલાઓ સુદ્ધાને રેલવે તરફથી ખાસ સુવિધાઓ મળે છે. ટ્રેનમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. પરંતુ હવે મહિલાઓ ટ્રેનમાં વગર ટિકિટે પણ મુસાફરી કરી શકશે. જી હા. રેલવે તરફથી હવે મહિલાઓ માટે ખાસ પ્રકારની સુવિધા શરૂ કરાઈ છે.

Indian Railways: મોટા ખુશખબર, ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી શકે છે મહિલાઓ, રેલવેનો નિયમ!

Indian Railways Rules For Women: રેલવે તરફથી મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. સીનિયર સિટિઝન્સને લઈને દેશભરની મહિલાઓ સુદ્ધાને રેલવે તરફથી ખાસ સુવિધાઓ મળે છે. ટ્રેનમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. પરંતુ હવે મહિલાઓ ટ્રેનમાં વગર ટિકિટે પણ મુસાફરી કરી શકશે. જી હા. રેલવે તરફથી હવે મહિલાઓ માટે ખાસ પ્રકારની સુવિધા શરૂ કરાઈ છે. જેમાં તમે ટિકિટ વગર મુસાફરી કરી શકો છો. આ સાથે કોરોના પહેલા રેલવે સીનિયર સિટિઝન્સને પણ ભાડામાં છૂટનો ફાયદો આપતી હતી. 

ટિકિટ વગર મુસાફરી? 
રેલવેના નિયમો મુજબ જો ટ્રેનમાં મુસાફરી કરનારી મહિલા પાસે ટિકિટ ન હોય તો તેને ટ્રેનમાંથી નીચે ઉતારી શકાય નહીં. અનેકવાર જોવા મળ્યું છે કે મહિલા મુસાફરે ઉતાવળમાં ટ્રેનમાં મુસાફરી કરવાનો વારો આવે છે જેના કારણે ટિકિટ લઈ શકતી નથી. આ પ્રકારની સ્થિતિથીમાં મહિલાને ટ્રેનમાંથી ઉતારી શકાય નહીં. 

રેલવેએ બનાવ્યા છે અનેક ફ્રેન્ડલી નિયમો
રેલવેએ આ પ્રકારની સ્થિતિમાં અનેક ફ્રેન્ડલી નિયમો બનાવ્યા છે. ભારતીય રેલવેના નિયમ મુજબ જો કોઈ એકલી મહિલા કે એકલું બાળક રાતના સમયે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા હોય તો ટીટીઈ  તેને ટ્રેનમાંથી નીચે ઉતારી શકે નહીં. આવું કરવા બદલ સંબંધિત મહિલા રેલવે ઓથોરિટીને સંબંધિત ટીટી અંગે ફરિયાદ પણ કરી શકે છે. 

શું છે રેલવેના અધિકાર?
ભારતીય રેલવેમાં મહિલા મુસાફરોને અનેક પ્રકારના અધિકારો અપાયા ચે. જેનાથી તમે મુસાફરી દરમિયાન થનારી મુશ્કેલીઓનું સમાધાન કરી શકો છો. રેલવેનો યાત્રી ફ્રેન્ડલી અન્ય એક નિયમ છે કે ટિકિટ તપાસ માટે ટીટીઈ રાતે મુસાફરી દરમિયાન મુસાફરને જગાડીને ટિકિટ જોવા માંગી શકે નહીં. રેલવેના નિયમ મુજબ રાતે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી મુસાફરો આરામની ઊંઘ લઈ શકે છે. પરંતુ આ નિયમ એવા મુસાફરો માટે લાગૂ થતા નથી જે રાતે જ ટ્રેનમાં સવાર થયા છે. 

અત્રે જણાવવાનું કે હવે એ સમસ્યા થતી નથી કારણ કે લાંબા અંતરની લગભગ તમામ ટ્રેનો ઈન્ટરકનેક્ટેડ હોય છે. પરંતુ જો તમારી ટ્રેન છૂટી જાય અને કાર કે બાઈકથી આગામી સ્ટોપ સુધી પહોંચો તો પણ ટીટી તમારી ખાલી સીટ કોઈને આપી શકે નહીં. આવું 2 સ્ટેશન સુધી હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news