નવી દિલ્હી: Gold, Silver Rate Update, 09 August 2021: જો તમે પણ સોનું અથવા ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે .સોના-ચાંદી (Gold-Silver) ના ભાવમાં સતત ઘટાડો ચાલી રહ્યો છે. MCX  પર સોમવારે એટલે કે આજે 9 ઓગસ્ટના રોજ 1.3 ટક ઘટીને 4 મહિનાના નિચલા સ્તર પર પહોંચી ગયું છે. આજે સોનું (Gold price today) 600 રૂપિયાના ઘટાડા સાથે 46,029 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. તો ચાંદી (Silver price today) 1.6 ટકા એટલે કે 1400 રૂપિયા ઘટીને  63,983 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Assembly Election: વહેલી ચૂંટણી યોજાવાની વાત પર મુખ્યમંત્રીનું મોટું નિવેદન, જાણો ક્યારે યોજાશે ચૂંટણી?

ગત અઠવાડિયાની સોનાની ચાલ (02-06 જુલાઇ)


દિવસ                     સોનું (MCX ઓક્ટોબર વાયદા)
સોમવાર                 48086/10 ગ્રામ
મંગળવાર                47864/10 ગ્રામ
બુધવાર                   47892/10 ગ્રામ
ગુરૂવાર                  47603/10 ગ્રામ 
શુક્રવાર                 47570/10 ગ્રામ 


સોનું ઉચ્ચતમ સ્તરથી લગભગ 10,162 રૂપિયા સસ્તુ
ગત વર્ષે કોરોના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. હવે સોનું ઓક્ટોબર વાયદા MCX પર 46,029 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 10, 162 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે. 


મિસ્ડ કોલ વડે જાણો સોનાનો ભાવ
તમને જણાવી દઇએ કે તમે આ ભાવને સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો હોય છે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ જાણી શકો છો. 


MCX પર ચાંદીની ચાલ
Silver rate today: MCX પર અત્યારે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર ડિલિવરીવાળી ચાંદી 63,983 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર ટ્રેંડ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube