Gold price today: આજે સોનું મોંઘુ થયું, આટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ
સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ સારી એવી તેજી જોવા મળી. સવારે લગભગ 9.50 વાગે સોનામાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 140 રૂપિયાની તેજી સાથે 50385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી 458 રૂપિયાની તેજી સાથે 61000 રૂપિયા પ્રતિ કિલો પર કારોબારમાં હતી.
નવી દિલ્હી: સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ સારી એવી તેજી જોવા મળી. સવારે લગભગ 9.50 વાગે સોનામાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 140 રૂપિયાની તેજી સાથે 50385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી 458 રૂપિયાની તેજી સાથે 61000 રૂપિયા પ્રતિ કિલો પર કારોબારમાં હતી.
દિલ્હી શરાફા બજારની સ્થિતિ
મંગળવારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલરમાં આવેલી તીજીના કારણે સોનાના ભાવ ગગડીને 3 અઠવાડિયાના નીચલા સ્તરે જતા રહ્યા. દિલ્હી શરાફા બજારમાં મંગળવારે સોનું 133 રૂપિયા તૂટ્યું હતું. ત્રણ સત્રની તેજી બાદ આ ઘટાડો જોવા મળ્યો. દિલ્હી શરાફા બજાર 10 ગ્રામ સોનાનો ભાવ 133 રૂપિયા ઘટાડા સાથે 51,989 રૂપિયે બંધ થયો. જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો. શરાફા માર્કેટમાં ચાંદી 875 રૂપિયા ગગડીને 63,860 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર અટકી.
એક રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે એક ઝટકે લખપતિ!, જાણો કઈ રીતે
આગળ આવા રહી શકે છે ભાવ
HDFC સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિન્સ) તપન પટેલના જણાવ્યાં મુજબ ડોલરમાં સુધાર અને અમેરિકી પ્રોત્સાહન પેકેજની આશામાં શેર બજારની મજબૂતીથી સોના પર દબાણ બની રહ્યું છે. જ્યારે નબળી માગણીના કારણે પણ વેપારીઓ પોતાની ડીલ કટ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ બહુ વધારે તેજીની આશા નથી.
આ દેશોમાં છે સોનાનો ભંડાર, 10 દેશોના બેંકમાં પડ્યું છે અઢળક સોનું
સોનામાં રોકાણ અંગે એક્સપર્ટ્સનો મત
બજારના જાણકારોનો જણાવ્યાં મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો જોવા મળશે. સોનું 48 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ શકે છે. જ્યારે દીવાળીમાં સોનામાં એકવાર ફરીથી તેજી જોવા મળી શકે છે. ડિસેમ્બર આવતા સુધીમાં તો સોનું પોતાના સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે. મોતીલાલ ઓસવાલના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ અમિત સસેજાના જણાવ્યા મુજબ સોનામાં દર 500 થી 600 રૂપિયાના ઘટાડા પર રોકાણ થઈ શકે છે. એન્જલ બ્રોકિંગના કોમોડિટી અને કરન્સી ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યાં મુજબ દિવાળી સુધીમાં સોનું ફરીથી 52500થી 53000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
સરકાર લાવી સસ્તું સોનું ખરીદવાની સ્કિમ
મોદી સરકારે તહેવારની સિઝન પહેલા સસ્તામાં સોનું ખરીદવા માટે અવસર આપ્યો છે. તમે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21ની શ્રેણી- સાત હેઠળ 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો ભાવ 5,051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાયો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube