એક રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે એક ઝટકે લખપતિ!, જાણો કઈ રીતે
એક સિક્કાના કારણે 25 લાખ રૂપિયા કમાણી કરી શકો છો. આ કોઈ મજાક કે સપનું નથી પરંતુ હકીકત છે. જાણો કઈ રીતે?
નવી દિલ્હી: કોરોનાકાળમાં આકરી મહેનત કર્યા બાદ પણ એક સામાન્ય માણસ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. આવામાં કોઈ લખપતિ બનવાની વાત કરે તો તમને તે મજાક જ લાગશે. કારણ કે લખપતિ બનવા માટે ખુબ મહેનત, ચુસ્ત પ્લાનિંગ અને લાંબા સમયની જરૂર હોય છે. આમ છતાં જો અમે તમને કહીએ કે તમે માત્ર એક સિક્કાના કારણે 25 લાખ રૂપિયા કમાણી કરી શકો છો તો સાચું માનજો કે આ કોઈ મજાક કે સપનું નથી પરંતુ હકીકત છે. (તમામ સાંકેતિક તસવીરો)
25 લાખ કમાણી કરવા માટે સારી તક
જો તમે 25 લાખ રૂપિયા કમાણી કરવા માંગતા હોવ તો તમારી પાસે આ સારી તક છે. આ માટે તમારી પાસે માત્ર એક જૂનો એક રૂપિયાનો સિક્કો હોવા જરૂરી છે. આ સિક્કો કોઈ સાધારણ નહીં પરંતુ 100 વર્ષ જૂનો હોવો જોઈએ.
જૂનો અને દુર્લભ સિક્કો વેચી શકો છો લાખોમાં
વાત જાણે એમ છે કે એક મોટું ઓનલાઈન બજાર ઈન્ડિયામાર્ટ પર જૂના અને એન્ટીક સિક્કાઓની હરાજી થાય છે. તમારી પાસે કોઈ બહુ જૂનો અને દુર્લભ સિક્કો હોય તો તમે આ હરાજીમાં ભાગ લઈ શકો છો. અહીં તમે તમારા સિક્કાને લાખો રૂપિયામાં વેચી શકો છો.
100 વર્ષ જૂના સિક્કાની કિંમત 25 લાખ રૂપિયા
જો તમારી પાસે વર્ષ 1913માં બનેલો એક રૂપિયાનો સિક્કો હોય તો તમે તેને વેચીને 25 લાખ રૂપિયા કમાણી કરી શકો છો. અહીં 1913માં બનેલા એક રૂપિયાના સિક્કાની કિંમત 25 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ એક ચાંદીનો સિક્કો છે અને તેને વિક્ટેરિયન કેટેગરીમાં સામેલ કરાયો છે.
ઈસ્ટ ઈન્ડિયાનો સિક્કો
ઈન્ડિયા માર્ટ પર 18મી શતાબ્દીના એક સિક્કાની કિંમત 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે. વર્ષ 1918માં બનેલા ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company)ના એક સિક્કાની કિંમત 10 લાખ રૂપિયા આંકવામાં આવી છે. તાંબાના આ સિક્કા પર હનુમાનજીની તસવીર અંકિત છે.
Trending Photos