નવી દિલ્હી: Gold Price Today: ગુરૂવારેને મલ્ટી કોમોડિટી એક્સચેંજ (Multi commodity exchange) પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી હતી. આજે સવારે ફેબ્રુઆરીની ફ્યૂચર ટ્રેડ 173.00 રૂપિયાના ઘટાડા સાથે 48,692.00 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી  (Silver Price Today) ની માર્ચની ફ્યૂચર ટ્રેડ 666.00 રૂપિયાનો ઘટાડા સાથે 65,870.00 રૂપિયાના લેવલ પર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ-સિલ્વરના ભાવ
ઇન્ટરનેશનાલ માર્કેટની વાત કરીએ તો અહીં પણ આજે ગોલ્ડના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આજે અમેરિકામાં સોનાનો કારોબાર 2.90 ડોલરના ઘટાડા સાથે 1,837.17 ડોલર પ્રતિ ઔંસના રેટ પર છે. આ ઉપરાંત ચાંદીનો કારોબાર 0.04 ડોલરના ઘટાડા સાથે 25.11 ડોલરના સ્તર પર છે. 

Xiaomi: ભલે હીનાને પસંદ ન હોય, પણ આ નવા મોડલના ફીચર્સ જોઇ તમે બની જશો MI ના દિવાના


દિલ્હી સર્રાફા બજારમાં ગઇકાલે સોનાનો ભાવ
દિલ્હી સર્રાફા બજારમાં બુધવારે સોનાનો ભાવ 231 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી ગયો. રાજધાની દિલ્હી (Delhi) માં 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાનો નવો ભાવ હવે 48,421 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. 


દિલ્હી સર્રાફા બજારમાં ચાંદીનો ભાવ
ચાંદીના ભાવમાં બુધવારે સામાન્ય તેજી આવી હતી. દિલ્હી સર્રાફા બજારમાં આજે ચાંદીના ભાવમાં ફક્ત 256 રૂપિયા પ્રતિ કિગ્રાની તેજી આવી. હવે તેના ભાવ 65,614 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. 

Share Market: 5 દિવસમાં રોકાણકારોના 10 Lakh કરોડ સ્વાહા, જુઓ માર્કેટની હલચલ


કેમ થઇ રહ્યો છે સોનામાં ઘટાડો
હવે કોરોના વેક્સીનના રસીકરણ અભિયાનમાં તેજીની અસર પણ કિંમતી ધાતુઓની કિંમત પર પડી રહી છે. વિશેષજ્ઞોના અનુસાર હાલના ભાવ પર ગોલ્ડમાં રોકાણ કરવું સૌથી સારી તક છે કારણ કે 2021માં કિંમતી પીળી ધાતુના ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી શકે છે. 


2021માં 63 હજાર સુધી પહોંચી શકે છે સોનું
વર્ષ 2020માં સોનામાં ભારે બઢત જોવા મળી, 2019માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં પણ સોનાની ચમક વધશે. અત્યારે સોનું 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેંડ કરી રહ્યું છે, પરંતુ આ વર્ષે સોનામાં શાનદાર તેજી આવવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે સોના માટે 2021 સારું રહેશે અને સોનું તમામ રેકોર્ડ તોડતાં 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચી શકે છે. 


Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 63,000 રૂપિયા પહોંચવાની સંભાવના


એટલે કે તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથી સારી તક નહી મળે. HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે સોનામાં 2021 સુધી શાનદાર તેજી રહેશે. ગ્લોબલ ઇકોનોમિક રિકવરીની ચિંતાઓને જોતાં 2021માં સોના માટે કોમેક્સ પર ટાર્ગેટ 2150 ડોલર અને 2390 ડોલર પ્રતિ ઔંસ છે. તો બીજી તરફ ભારતમાં MCX પર સોનાનો ટાર્ગેટ 57 હજાર રૂપિયા અને 63 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube