Gold Price Today: સોના-ચાંદીની કિંમતોમાં તેજી, પરંતુ ખરીદવા માટે છે શાનદાર તક!
બુલિયન માર્કેટમાં આજે સોના-ચાંદીના ભાવ (Gold Price Rise)માં વધારો થયો છે. આજે સોનાના ભાવમાં રૂ. 185નો વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ સોનું હવે 10 ગ્રામ દીઠ 49,757 રૂપિયા (Gold Price Today)ની સપાટીએ પહોંચી ગયું છે
નવી દિલ્હી: બુલિયન માર્કેટમાં આજે સોના-ચાંદીના ભાવ (Gold Price Rise)માં વધારો થયો છે. આજે સોનાના ભાવમાં રૂ. 185નો વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ સોનું હવે 10 ગ્રામ દીઠ 49,757 રૂપિયા (Gold Price Today)ની સપાટીએ પહોંચી ગયું છે. અગાઉના સત્રમાં સોનું 49,572 રુપિયા 10 ગ્રામના સ્તરે બંધ રહ્યું હતું. આજે ચાંદીના ભાવમાં પણ વધારો (Silver Price Rise) જોવા મળ્યો છે. ચાંદી આશરે 1322 રૂપિયા વધીને રૂ. 68,156 પ્રતિ કિગ્રા (Silver Price Rise)ના સ્તરે પહોંચી ગઈ છે. અગાઉના સત્રમાં ચાંદી 66,834 રુપિયા પ્રતિ કિલોએ બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,885 ડોલર પ્રતિ ઔસ પર ઊંચું જ્યારે ચાંદી પણ મજબૂત રહી 26.32 ડોલર પ્રતિ ઔંસ પર છે.
આ પણ વાંચો:- ITR ફાઇલ નથી કર્યું તો જલદી કરો, ફક્ત 4 દિવસ બાકી
સોના વાયદા કિંમતોમાં આવી તેજી
સોમવારે વાયદાના કારોબારમાં સોનું 167ના વધારા સાથે 50,240 રૂપિયા 10 ગ્રામ દીઠ થયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં, ફેબ્રુઆરી 2021ના મહિનામાં ડિલિવરીવાળા સોનાના વાયદાની કિંમત 167 રુપિયા એટલે કે 0.33 ટકા તેજી સાથે 50,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. આંતરરાષ્ટ્રીય બજાર, ન્યુ યોર્કમાં સોનું 0.33 ટકા તેજી સાથે 1,889.50 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું હતું.
આ પણ વાંચો:- 2021ની શરૂઆતમાં થશે આ 10 મોટા ફેરફાર, દેશના કરોડો લોકો પર પડશે અસર
ચાંદી વાયદા કિંમતોમાં આવી તેજી
સોમવારે વાયદા બજારમાં ચાંદીનો વાયદાની કિંમત 1,287 રૂપિયા તેજી સાથે 68,796 રૂપિયા પર પહોંચી ગઇ છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં માર્ચ 2021ના ડિલિવરી માટે ચાંદી 1,287 રૂપિયા એટલે 1.91 ટકા તેજી સાથે 68,796 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે. વૈશ્વિક સ્તરે, ન્યુ યોર્કમાં ચાંદી 2.34 ટકા તેજી સાથે 26.52 ડોલર પ્રતિ ઔંસના સ્તરે હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube