Gold Price Today: લગ્નગાળા ટાણે સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ ગગડી, ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Price, 24 April 2023: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે ખુબ સારા સમાચાર છે. સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી ર હ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX gold price) પર સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે. શરાફા બજારમાં પણ મસમોટો ઘટાડો જોવા મળ્યો છે.
Gold Price, 24 April 2023: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે ખુબ સારા સમાચાર છે. સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી ર હ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX gold price) પર સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે. આ ઉપરાંત શરાફા બજારમાં પણ મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર શરૂઆતના કારોબારમાં સોનું 59,000 ના લેવલ પર જોવા મળ્યું. જ્યારે ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચેક કરો કેટલું સસ્તું થયું છે ગોલ્ડ...
કેટલું સસ્તું થયું સોના-ચાંદી?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.06 ટકાના ઘટાડા સાથે 59812 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 0.44 ટકા ગગડીને 74322 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર પહોંચી ગઈ છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ શુક્રવારે 21 એપ્રિલના રોજ શુદ્ધ સોનાનો ભાવ(999 પ્યોરિટીવાળું) 60191 પર બંધ થયો હતો. આજે 95 રૂપિયા ઘટીને 60096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 95 રૂપિયા ઘટીને 59855 ના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 87 રૂપિયા ઘટીને 55048ના સ્તરે જોવા મળી રહ્યું છે. 750 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ 10 ગ્રામના 45072 રૂપિયા છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 56 રૂપિયા ઘટીને 35156ના સ્તરે જોવા મળી રહ્યું છે. ચાંદીના ભાવ જોઈએ તો એક કિલોએ 564 રૂપિયા ઘટીને 74209ના સ્તરે જોવા મળી રહી છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
પ્રયાગરાજના ડે.CMO નો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો, આત્મહત્યાની આશંકા
ખરેખર સંકટમાં છે શિંદે-ફડણવીસ સરકાર? રાઉતના 15 દિવસના 'ડેથ વોરંટ' પાછળ શું છે કહાની
કોંગ્રેસના મંત્રી ભૂલ્યા મર્યાદા, મહિલા સાથે કરી 'ગંદી' વાત, વાયરલ થયો અશ્લીલ વીડિયો
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube