પ્રયાગરાજના ડે.CMO નો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો, આત્મહત્યાની આશંકા

Prayagraj Deputy CMO News: પ્રયાગરાજના ડેપ્યુટી સીએમઓ સુનીલકુમાર સિંહનો મૃતદેહ વિઠ્ઠલ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારબાદ આત્મહત્યાની આશંકા સેવાઈ રહી છે. 

પ્રયાગરાજના ડે.CMO નો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો, આત્મહત્યાની આશંકા

Prayagraj Deputy CMO News: પ્રયાગરાજના ડેપ્યુટી સીએમઓ સુનીલકુમાર સિંહનો મૃતદેહ વિઠ્ઠલ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારબાદ આત્મહત્યાની આશંકા સેવાઈ રહી છે. એવું કહેવાય છે કે પ્રયાગરાજ ડેપ્યુટી સીએમઓ મૂળ વારાણસીના રહીશ હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ ડિપ્રેશનમાં હતા. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. 

આ ઘટના સોમવારની છે. સૌથી પહેલા હોટલના કર્મચારીઓએ મૃતદેહને ફંદા પર લટકેલો જોયો. ત્યારબાદ સીએમઓને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી. પ્રભારી સીએમઓ ડો. અશોકકુમારની સાથે જ અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 

મૃતક ડોક્ટર સુનીલકુમાર સિંહ સંચારી રોગના નોડલ અધિકારી નિયુક્ત હતા. સુનીલકુમારનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news