Banna Gupta Video: કોંગ્રેસના મંત્રી ભૂલ્યા મર્યાદા, મહિલા સાથે કરી 'ગંદી' વાત, વાયરલ થયો અશ્લીલ વીડિયો

Banna Gupta Video: ઝારખંડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ઝામુમો સરકારમાં મંત્રી બન્ના ગુપ્તાનો એક કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Banna Gupta Video: કોંગ્રેસના મંત્રી ભૂલ્યા મર્યાદા, મહિલા સાથે કરી 'ગંદી' વાત, વાયરલ થયો અશ્લીલ વીડિયો

Banna Gupta Video: ઝારખંડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ઝામુમો સરકારમાં મંત્રી બન્ના ગુપ્તાનો એક કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મંત્રી બન્ના ગુપ્તા વીડિયો કોલ પર એક મહિલા સાથે કથિત રીતે અશ્લીલ વાત કરતા નજરે ચડે છે. જેને લઈને ભાજપના સાસંદ નિશિકાંત દુબેએ ટ્વીટ પણ કરી છે. 

ભાજપે મંત્રી બન્ના ગુપ્તા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમની પાસેથી રાજીનામાંની પણ માંગણી કરી છે. જો કે મંત્રી બન્ના ગુપ્તાએ પોતાના પર લાગલા તમામ આરોપોથી ઈન્કાર કર્યો છે. મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું કે તેમની છબી ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. આવો જાણીએ એક વાયરલ વીડિયોથી કઈ રીતે ઝારકંડની રાજનીતિ ગરમાઈ છે. 

મંત્રીજીનો અશ્લીલ વીડિયો
અત્રે જણાવવાનું કે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જેમાં કોંગ્રેસના નેતા અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા કથિત રીતે અશ્લીલ વાતચીત કરતા જોવા મળે છે. જેના જવાબમાં ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રીએ વાયરલ વીડિયોને ફેક અને છેડછાડવાળો ગણાવ્યો છે. મંત્રીજીએ કહ્યું કે તેમના રાજકીય વિરોધીઓએ તેમની છબી ખરાબ કરવા માટે તેને વાયરલ કર્યો છે. 

વીડિયો પર મંત્રીની સ્પષ્ટતા
ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ એમ પણ કહ્યું કે આ એક ષડયંત્રનો ભાગ છે. પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું કે મે આ અંગે એક એફઆઈઆર નોંધાવી છે. પોલીસ આ મામલે જલદી તપાસ કરશે. એ લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીશે જેમણે મને ફસાવવાનો પ્રયત્ન કર્યો. 

નિશિકાંત દુબેએ કર્યો કટાક્ષ
નિશિકાંત દુબેએ 19 સેકન્ડના વીડિયો ક્લિપને ટ્વીટ કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે આ છે કોંગ્રેસનું ચરિત્ર, ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાનો આ તથાકથિત માજરો છે. મહિલાઓની ઇજ્જત સાથે રમવું, કોંગ્રેસ કાર્યકર સુશીલ શર્માનું પત્નીને તંદૂરમાં બાળવું, કાશ ગાંધી પરિવાર સમજી શક્યો હોત, જો આ સાચું હોય તો કોંગ્રસે માટે ડૂબી મરવા જેવી વાત છે. 

જો કે વીડિયોની સચ્ચાઈની હજુ પુષ્ટિ થઈ શકી નથી. આ મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ રિએક્શન સામે આવ્યું નથી. બન્ના ગુપ્તા કોંગ્રેસના કોટાથી રાજ્યની ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news