Gold Price Today: ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત
સોના અને ચાંદી બંન્ને ધાતુઓમાં ભાવમાં સોમવારે વધારો થયો છે.
નવી દિલ્હીઃ સોના અને ચાંદી બંન્ને ધાતુઓમાં ભાવમાં સોમવારે વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (mcx) પર ઓક્ટોબરના કોન્ટ્રાક્ટ વાળા સોનાની કિંમત સવારે 10.48 કલાકે 67 રૂપિયા એટલે કે 0.13 ટકાના વધારાની સાથે 50,745 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. વૈશ્વિક સ્તર પર સોમવારે સોનાની વાયદા અને હાજર કિંમતોમાં વધારો નોંધાયો છે.
ઘરેલૂ વાયદા બજારમાં ચાંદીની કિંમતમાં સોમવારે તેજી જોવા મળી છે. સોમવારે સવારે 10 કલાક 57 મિનિટ પર એમસીએક્સ પર ચાર ડિસેમ્બર 2020ની ચાંદીની વાયદા કિંમત 1.27 ટકા એટલે કે 854 રૂપિયાના વધારા સાથે 68,120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. બીજીતરફ ચાંદીની વૈશ્વિક કિંમતોમાં સોમવારે વધારો જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તર પર સોનું
વૈશ્વિક સ્તરની વાત કરીએ તો બ્લૂમબર્ગ પ્રમાણે, સોમવારે સવારે કોમેક્સ પર સોનાનો વૈશ્વિક વાયદા ભાવ 0.35 ટકા કે 6.70 ડોલરના વધારા સાથે 1,941 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય સોનાના વૈશ્વિક હાજર ભાવ આ સમયે 0.03 ટકા એટલે કે 0.61 ડોલરના વધારા સાથે 1,934.55 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો.
Vodafone-Idea હવે થયું VI, કંપનીએ લોન્ચ કરી નવી બ્રાન્ડ 4G સહિત 5G પર રહેશે ફોકસ
વૈશ્વિક સ્તર પર ચાંદી
આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાંદીના ભાવની વાત કરીએ તો બ્લૂમબર્ગ અનુસાર, કોમેક્સ પર સોમવારે સવારે ચાંદીની વાયદા કિંમત 2.07 ટકા એટલે કે 0.55 ડોલરના વધારા સાથે 27.27 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા હતા. તો ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ આ સમયે .044 ટકાના વધારા સાથે 27.03 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર