નવી દિલ્હીઃ સોનાના વાયદા ભાવમાં બુધવારે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબરમાં ડિલિવરી વાળા સોનાનો ભાવ સવારે 11.06 કલાકે 263 રૂપિયાના ઘટાડા સાથે 51,239 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો હતો. તેના પાછલા સત્રમાં ઓક્ટોબરના કરાર વાળો સોનાનો વાયદા ભાવ 51,502 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. બીજીતરફ ડિસેમ્બરમાં કરાર વાળા સોનાનો વાયદા ભાવ 237 રૂપિયા એટલે કે 0.46 ટકાના ઘટાડા સાથે 51,515 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો હતો. પાછલા સત્રમાં ડિસેમ્બરમાં ડિલિવરી વાળા સોનાનો બંધ ભાવ 51,752 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા કારોબારમાં ચાંદીની કિંમત(Silver Price in Futures Market)
સોનાની સાથે-સાથે ચાંદીની વાયદા કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર ચાર સપ્ટેમ્બર 2020ના ડિલિવરી વાળી ચાંદીની વાયદા કિંમત 1120 રૂપિયા એટલે કે 1.58 ટકા તૂટીને 67,310 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી. તેના પાછલા સત્રમાં બજાર બંધ થવાના સમયે સપ્ટેમ્બરના કોન્ટ્રાક્ટ વાળી ચાંદીની કિંમત  68,349 રૂપિયા હતા. આ રીતે ચાર સપ્ટેમ્બરે ડિલિવરી વાળી ચાંદીની કિંમત 1120 રૂપિયા ઘટીને 69,770 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી. પાછલા સત્રમાં ડિસેમ્બરના કોન્ટ્રાક્ટ વાળી ચાંદીની કિંમત 70890 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. 


Kisan Vikas Patraમા ડબલ થઈ જાય છે તમારા પૈસા, રોકાણ પહેલા જાણો જરૂરી વાતો


આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ(Gold Price in International Market)
વૈશ્વિક સ્તર પર સોનાના ભાવની વાત કરીએ તો બ્લૂમબર્ગ પ્રમાણે કોમેક્સ પર ડિસેમ્બરમાં ડિલિવરી વાળા સોનાનો વાયદા ભાવ 8.40 ડોલર એટલે કે 0.42 ટકાના ઘટાડા સાથે 1,970.50 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યો હતો. આ રીતે હાજર બજારમાં સોનુ 5.49 ડોલર એટલે કે 0.28 ટકાના ઘટાડા સાથે 1,964.69 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યું હતું. 


બ્લૂમબર્ગ પ્રમાણે કોમેક્સ પર ડિસેમ્બરના કરાર વાળી ચાંદીની કિંમત 0.46 ડોલરના ઘટાડા સાથે 28.19 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. તો હાજર બજારમાં ચાંદીની કિંમત 0.11 ડોલર એટલે કે 0.40 ટકાના ઘટાડા સાથે 28 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર