નવી દિલ્હી: કોરોના વાયરસ દરમિયાન સોનામાં રોકાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. સાથે જ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળ્યો આવ્યો છે. બંને ધાતુઓના ભાવ પોતાન રેકોર્ડ હાઇ પર પહોંચી ગયો. જોકે ગત થોડા દિવસોથી તેમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને થોડો રાહ જોવી પડશે. સાથે જ ખરીદતાં પહેલાં કેટલાક નિયમોની જાણકારી હોવી પણ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, ગત ત્રણ અઠવાડિયામાં સોનાના ભાવમાં લગભગ હજાર રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે. અત્યારે સોનું  50,500 પ્રતિ ગ્રામ અને ચાંદી 60,536 હજાર પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. બજારના જાણકારોના અનુસાર આગામી થોડા દિવસોમાં આ ધાતુઓના ભાવ વધુ ઘટી શકે છે. મોટાભાગના લોકો તેને પોતાના સેવિંગ તરીકે ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ સોનું ખરીદવાની સાથે જ તેનાથી ટેક્સ નિયમોની જાણકારી જરૂરી છે. સોનું ખરીદવા પર ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે વેચવા પર પણ ટેક્સ ચૂકવવો પડે છે.


કેવી રીતે લાગે છે ટેક્સ?
ડિજિટલ ટ્રાંજેક્શન વધાર્યા બાદથી લોકોએ કેશમાં સોનું ખરીદવાનું ઓછું કર્યું છે. ડિજિટલ માધ્યમથી પણ સોનું ખરીદી શકાય છે. એટલે કે સોનાનું પેમેન્ટ તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેકિંગ વડે કરી શકો છો. પરંતુ જીએસટી લાગૂ થયા બાદ સોનું ખરીદવા પર ગ્રાહકોને 3 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. આ ટેક્સ મેકિંગ ચાર્જ પર પણ લાગે છે.  


વેચવા પર લાગશે ટેક્સ
સોનું ખરીદ્યા બાદ તેને વેચવા પર પણ ટેક્સ લાગી શકે છે. જોકે તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે સોનું કેટલા સમય માટે પોતાની પાસે રાખી શકો છો. જોકે કેટલાક લોકો લાંબાગાળા અને કેટલાક ટૂંકાગાળા માટે તેમાં રોકાણ કરે છે. જો  ટૂંકાગાળા માટે રાખવામાં આવે તો તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે અને જો લાંબા લાંબાગાળા માટે સોનું પોતાની પાસે રાખવામાં આવે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેંસના આધાર પર તેને વેચતી વખતે ટેક્સ ચૂકવવો પડશે. 


શોર્ટ ટર્મ કેપિટલ ગેંસ (STCG)
જો તમે ઝ્વેલરી ખરીદવા માટે 36 મહિના એટલે 3 વર્ષની અંદર વેચી શકો છો તો તમારા નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ ચૂકવવો પડશે. કારણ કે સોનામાં રોકાણથી થયેલો ફાયદો તમારી આવકમાં ઉમેરવામાં આવશે. પછી જે ટેક્સ-સ્લેબમાં આવે છે, તે મુજબ ટેક્સ ચૂકવવો પડશે. 


લોન્ગ ટર્મ કેપિટલ ગેંસ (STCG)
જો સોનું ખરીદીને તમે ત્રણ વર્ષથી વધુ સમયગાળા માટે તમારી પાસે રાખશો તો તેનાથી થયેલો ફાયદા પર કેપિટલ ગેંસ ચૂકવવો પડશે. નાણાકીય વર્ષ 2017-18 સુધી સોનાની ખરીદ મૂલ્ય પર ઇંડેક્શન લાગૂ કર્યા બાદ 20.6 ટકાના દરથી લોન્ગ ટર્મ કેપિટલ ગેંસ લાગતો હતો. નાણાકીય 2018-19થી ગેંસ પર 20.8 ટકાના દરથી ટેક્સ લાગે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube