જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Jantri Price Hike In Gujarat : જંત્રીના ભાવ વધ્યા બાદ અમદાાદના પ્રોપર્ટી માર્કેટમાં તોતિંગ ઉછાળો આવશે... અમદાવાદના અલગ અલગ વિસ્તારના ભાવમાં કેટલો ફરક પડશે તેનું રેટ કાર્ડ જોઈ લઈએ
Trending Photos
Ahmedabad Property Market : ગુજરાતમાં હવે ઘરનું ઘર વસાવવાનું સપનું મોંઘું બની રહેશે. કારણે ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં તોતિંગ વધારો ઝીંકતા હવે પ્રોપર્ટીના ભાવ આસમાને જશે. મકાનો મોંઘા બનશે. જંત્રીમાં મિલકત પરના દરમાં સીધો 100 થી 200 ટકાનો વધારો થયો છે. હવેથી મકાન ચૂકવવા તમારે વધારે રૂપિયા ચૂકવવા પડશે.
1 એપ્રિલ, 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી 200 ટકાનો વધારો થશે. નવી જંત્રી મુજબ, બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે. હવે તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓને માથે બિલ્ડર્સ અને ડેવપલપર્સ વધારાનો બોજ નાંખશે.
જોકે, કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે, એક જ એરિયામાં ટીપી એરિયા અને નોન ટીપી એરિયાના ભાવમાં તફાવત જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારના ભાવમાં જંત્રીમાં આવેલા વધારાથી કેટલો તફાવત જોવા મળશે તે જોઈએ.
જંત્રીના ભાવમાં કરાયો વધારો
મહેસુલ વિભાગે એપિલ-૨૦૨૩માં જ વર્ષ ર૦૧૧ની જંત્રીના દરો બમણા કર્યા હતા. જે હાલમાં અમલમાં છે. હવે પછી અમલમાં આવનારા સુચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપિલ- 2023ના રેટના સાપેક્ષમાં સાત મહાનગરોમાં સરેરાશ દોઢથી ચારગણા રેટ વધારવામાં આવ્યા છે. જ્યારે ગામિણક્ષેત્રમાં આ વધારો બેથી અઢી ગણો હોવાનો પ્રાથમિક અંદાજ છે. વેબસાઈટ પર ઉપલબ્ધ ડ્રાફ્ટના પાથમિક આકલન મુજબ નવા રેટને કારણે ગુજરાતમાં અમદાવાદનો SG હાઈવે સિંધુ ભવન રોડ ઉપર સૌથી વધુ પતિ ચોરસ મીટરે રેટ સૂચવાયા છે. અલબત્ત અત્યં વિકસિત એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અનેક સર્વે નંબરમાં જંગી રેટમાં કોઈ પણ પ્રકારનો વધારો પણ થયો નથી : પ્રાપ્ત માહિતી અનુસાર ૩૦ દિવસમાં વાપાં સુચનોને આપારે જિલ્લા કમિટીઓના પ્રથ્થકરણ અહેવાલો ભાદ રાજ્ય સરકાર સંભવત ૧લી એપ્રિલ ૨૦૨૫થી નવી જેવી અમલમાં મુકી શકે તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે