નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે સોનાના ભાવમાં (Gold Price) મોટો ઘટાડો થયો છે. બીજીતરફ ચાંદીની કિંમતમાં (silver Price) મોટો ઉછાળો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાના ભાવમાં 1324 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. તેના પાછલા સત્રમાં સોનાનું મૂલ્ય  (Gold Price) 48,844 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી. સિક્યોરિટીઝ પ્રમાણે કેન્દ્રીય બજેટમાં સોના તથા ચાંદી પર આયાત શુલ્કમાં ઘટાડાની જાહેરાત બાદ સોનાના ભાવમાં ઉલ્લેખનીય ઘટાડો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમત (Silver Price in National Capital)
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણ સોનાની વિપરીત ચાંદીની કિંમતોમાં સોમવારે મોટો વધારો જોવા મળ્યો હતો. સિક્યોરિટીઝ પ્રમાણે ચાંદીની કિંમત 3461 રૂપિયાના મોટા વધારા સાથે 72,470 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે. આ પહેલાના સત્રમાં ચાંદીની કિંમત 69,009 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. 


Budget 2021: મુશ્કેલ સમયમાં આવ્યું બજેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર-હેલ્થ પર રહ્યું અમારૂ ફોકસ: નાણામંત્રી


વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ (Gold Price in Global Market)
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનું મૂલ્ય વધારા સાથે 1871 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. બીજીતરફ ચાંદીની કિંમતોમાં ઉછાળ જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાંદીની કિંમત સોમવારે 29.88 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. 


Budget 2021: બજેટમાં કોરોના માટે 35,000 કરોડ ફાળવવામાં આવ્યા


સરકારે સોમવારે સોના તથા ચાંદી પર આયાત શુલ્ક ઘટાડવાની જાહેરાત કરી છે. તેનાથી ઘરેલૂ બજારોમાં આ મૂલ્યવાન ધાતુઓની કિંમતો નીચે લાવવામાં મદદ મળશે. બીજીતરફ તેનાથી રત્નો તથા આભૂષણોની નિકાસને પ્રોત્સાહન આપવામાં પણ સહાયતા મળશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube