Gold Price Today: સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો નવી કિંમત
છેલ્લા બે દિવસ સતત ઘટાડા બાદ સપ્તાહના છેલ્લા દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો ચાંદી માર્કેટમાં પણ આજે તેજી જોવા મળી છે.
નવી દિલ્હીઃ સપ્તાહના છેલ્લા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં 286 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે સોનું 48,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્યવાન ધાતુઓના ભાવમાં રિકવરી અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં આ તેજી જોવા મળી છે. તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ 48,404 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
આ રીતે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચાંદીની કિંમત 558 રૂપિયાના વધારા સાથે 65,157 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેના પાછલા સત્રમાં ચાંદીની કિંમત 64599 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
આ પણ વાંચોઃ ગજબ થઈ ગયો!, આ વ્યક્તિએ મુકેશ અંબાણીને ચૂનો ચોપડી દીધો, જાણો વિગતો
એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપમ પટેલે કહ્યુ, દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં 286 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તે પહેલા સોનાના ભાવમાં સતત બે દિવસ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં રિકવરી અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં તેજી આવી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ (Gold Price in International Market)
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1852 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પ્રમાણે જોવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો ચાંદીની કિંમત 25.40 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube