આ તો ગજબ થઈ ગયો!, આ વ્યક્તિએ મુકેશ અંબાણીને ચૂનો ચોપડી દીધો, જાણો વિગતો
એક સાધારણ વ્યક્તિએ દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) ને જ ચૂનો ચોપડી દીધો.
Trending Photos
નવી દિલ્હી: એક સાધારણ વ્યક્તિએ દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) ને જ ચૂનો ચોપડી દીધો. આ વ્યક્તિનું નામ છે કલ્પેશ દફ્તરી. જેના પર ઈડીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ફ્રોડ કરનારાના સંપત્તિ જપ્ત
ઈડીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ફ્રોડ આચરનારા કલ્પેશ દફ્તરી(Kalpesh Daftary)ની કંપની સંકલ્પ ક્રિએશન પ્રાઈવેટ લિમિટેડ(Sunkkalp Creation) ની 4.87 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી દીધી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં મુંબઈ સ્થિત એક વ્યવસાયી પરિસર (Commercial Complex) અને રાજકોટની ચાર કોમર્શિયલ પ્રોપર્ટી સામેલ છે.
કેવી રીતે ચોપડ્યો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ચૂનો
EDએ CBI તરફથી નોંધાયેલી એફઆઈઆરના આધારે PMLA હેઠળ તપાસ શરૂ કરી. EDએ જણાવ્યું કે કલ્પેશ દફ્તરીએ કેટલાક લોકો સાથે મળીને વિશેષ કૃષિ અને ગ્રામ ઉદ્યોગ યોજના Vishesh Krishi and Gram Udyog Yojana Licences (VKGUY) ના 13 લાયસન્સનું કૌભાંડ કર્યું. આ લાઈસન્સને હિન્દુસ્તાન કોન્ટિનેન્ટલ લિમિટેડ નામની કંપનીનું ચલણ બનાવીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ને વેચી દીધા.
6.8 કરોડ રૂપિયાનો ફર્જીવાડો
તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે 13 લાયસન્સ વેચીને 6.8 કરોડ કરોડ મળ્યા જેને એક કંપનીથી બીજી કંપનીમાં ફેરવવામાં આવ્યા જેથી કરીને કોઈને આ ફ્રોડ વિશે જાણ ન થાય. કલ્પેશ દફ્તરીની સાથે આ ષડયંત્રમાં નિયાઝ અહમદ, પીયૂષ વીરમગામ, વિજય ગઢિયા વગેરેના નામ સામે આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે આ પૈસાનો ઉપયોગ કલ્પેશ દફ્તરી અને અન્ય લોકોએ કર્યો.
ફ્રોડ, PMLA હેઠળ તપાસ શરૂ
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ EDએ આ અંગે અધિકૃત પ્રેસ રિલીઝ પણ બહાર પાડી. જેમાં ઈડીએ કહ્યું છે કે CBIએ એફઆઈઆર દાખલ કરી હતી. CBIએ IPCની ફ્રોડ વગેરેની કલમો 420, 467, 468, 471, 477એ ઉપરાંત પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ 13(2), 13(1)(d) હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ઈડીએ આ તપાસ શરૂ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે