Gold Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જામકારી આપી છે. સિક્યોરિટીઝ પ્રમાણે વૈશ્વિક ધાતુ બજારોમાં સકારાત્મક સંકેતોને કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં ચાંદીની કિંમત 555 રૂપિયાની તેજીની સાથે 63,502 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેના પાછલા સત્રમાં ચાંદીની કિંમત 62,947 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
વૈશ્વિક સ્તર પર સોનાનો ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1841 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. પરંતુ ચાંદીની કિંમત 24.16 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી હતી.
એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ કે, અમેરિકા અને યૂરોપિયન યૂનિયન તરફથી પ્રોત્સાહન પેકેજની આશામાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.
50 રૂપિયા મોંઘો થયો રસોઇ ગેસ LPG સિલિન્ડર, જુઓ તમારા શહેરના નવા ભાવ
સોનાની વાયદા કિંમત (Gold Price in Futures Market)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફેબ્રુઆરીમાં ડિલિવરી વાળા સોનાનો ભાવ 420 રૂપિયા એટલે કે 0.86 ટકાની તેજી સાથે 49,367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. તેમાં 12253 લોટ માટે કારોબાર થયો.
વાયદા બજારમાં ચાંદીની કિંમત (Silver Price in Futures Market)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર માર્ચમાં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 785 રૂપિયા એટલે કે 1.24 ટકાની તેજી સાથે 64,110 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. તેમાં 11971 લોટ માટે કારોબાર થયો હતો.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube