50 રૂપિયા મોંઘો થયો રસોઇ ગેસ LPG સિલિન્ડર, જુઓ તમારા શહેરના નવા ભાવ

સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડર (Non-Subsidised LPG)ના ભાવ વધી ગયા છે. IOCએ ડિસેમ્બર માટે ગેસના ભાવ જાહેર કરી દીધા છે. સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરની કિંમત દેશભરમાં 50 રૂપિયા વધારી દેવામાં આવી છે.

50 રૂપિયા મોંઘો થયો રસોઇ ગેસ LPG સિલિન્ડર, જુઓ તમારા શહેરના નવા ભાવ

નવી દિલ્હી: સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડર (Non-Subsidised LPG)ના ભાવ વધી ગયા છે. IOCએ ડિસેમ્બર માટે ગેસના ભાવ જાહેર કરી દીધા છે. સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરની કિંમત દેશભરમાં 50 રૂપિયા વધારી દેવામાં આવી છે. પાંચ મહિના બાદ પહેલીવાર સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થયો છે. 

આ છે તમારા શહેરમાં એલપીજીના નવા ભાવ
આઇઓસીની વેબસાઇટ અનુસાર વધારા સાથે જ 14.2 કિલોગ્રામવાળા સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરના ડિસેમ્બર માટે દિલ્હીમાં 644 રૂપિયા થઇ ગયા છે, જે પહેલાં 594 રૂપિયા હતા. કલકત્તામાં પણ તેનો ભાવ વધીને હવે 670.50 પૈસા થઇ ગયો છે. જે પહેલાં 630.50 હતો. મુંબઇમાં સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થઇ ગયો છે. 

14.2 કિલોવાળો સિલિન્ડર

શહેર  જૂનો ભાવ  નવો ભાવ
દિલ્હી 594  644
મુંબઇ 594 644
કોલકત્તા  620.50  670.50
ચેન્નઇ  610 660

કોમર્શિયલ સિલિન્ડર પણ 56 રૂપિયા મોંઘો

19 કિલોગ્રામ LPG સિલિન્ડર

શહેર ભાવ 
દિલ્હી 1296
મુંબઇ 1244
કલકત્તા 1351
ચેન્નઇ 1410.50

LPG ગેસ સિલિન્ડરના ભાવ ઓઇલ કંપનીઓ દર મહિને નક્કી કરે છે. તે પહેલાં જુલાઇ મહિલામાં ઓઇલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારે કોરોના મહામારીના લીધે ઘરેલૂ એલપીજી ગેસ સિલિન્ડર પણ આપ્યા ન હતા. જેથી સરકારે સીધે સીધા 20 હજાર કરોડ રૂપિયાની બચત થઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news