Gold Silver Price: સોનાનો ભાવ (Gold Price) ગત મહિને ઘણા નીચે ગયા છે. જો નંબરની વાત કરીએ તો ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે ત્યારથી અત્યાર સુધીનું હાઈ લેવેલ છે. પરંતુ આગામી કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં (Gold Silver Price) સતત ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ બાદ સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ 10,000 રૂપિયા સસ્તું થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારના પણ સોનાના ભાવમાં (Gold Price) ઘટાડો નોંધાયો હતો. જો કે, આ પહેલા સોનામાં મજબૂતી આવી હતી. ગુરૂવારના સોનું પોઝિટિવ નોટ પર ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ બુધવારના વૈશ્વિક બજારમાં (Global Market) વેચાણ અને રૂપિયાના વિનિમય દરમાં સુધારાના કારણે રાષ્ટ્રિય રાજધાનીના બુલિયન માર્કેટમાં (Bullion Market) બુધવારના સોનાના ભાવમાં 148 રૂપિયાનો ઘટાડા સાથે 46,307 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યા.


આ પણ વાંચો:- હવે આ બેન્ક પર RBI એ લગાવ્યા પ્રતિબંધ, આટલા પૈસા જ ઉપાડી શકશે ખાતાધારકો


એચડીએફસી સિક્યોરિટીઝના અનુસાર ગત કારોબારી સત્રમાં સોનું 46,455 રૂપિયા પ્રતિ 10 ગામ પર બંધ થયું હતું.


ચાંદીના ભાવમાં પણ 886 રૂપિયા ઘટી 68,676 રૂપિયા પ્રતિ કિલો રહી જેનો અગાઉ બંધ ભાવ 69,562 રૂપિયા કિલો હતો.


આ પણ વાંચો:- શું નવી ગાઇડલાઇન બાદ ભારતમાં બેન થઈ જશે WhatsApp?


જો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ એટલે કે, IBJAના રેટ પર નજર કરીએ તો આજે સાનાના ભાવ કંઇક આ રીતે છે. (આ કિંમત પ્રતિ ગ્રામ GST ચાર્જ વગર બતાવવામાં આવી છે)


24 કેરેટ- 4,664
22 કેરેટ-  4,505
18 કેરેટ- 3731
14 કેરેટ- 3,101


આ પણ વાંચો:- માઈગ્રેનમાં માત્ર માથાનો દુ:ખાવો નહીં, શરીરના આ ભાગમાં પણ થયા છે Pain


બુધવારના ડોલર અનુસાર રૂપિયાના વિનિમય દરમાં 11 પૈસાની મજબૂતી આવી. આંતરરાષ્ટ્રી બજારમાં સોનું 1,807 ડોલ પ્રતિ ઔંસ પર લગભગ સ્થિર રહ્યું, જ્યારે ચાંદીની કિંમત પણ 27.63 ડોલર પ્રતિ ઔંસ પર અપરિવર્તિત રહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube