શું નવી ગાઇડલાઇન બાદ ભારતમાં બેન થઈ જશે WhatsApp?

સોશિયલ મીડિયાને (Social Media) લઇને ટેલિકોમ મંત્રી (Telecom Minister) રવિશંકર પ્રસાદે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જરૂરિયાત અનુસાર કોઇપણ પોસ્ટ-મેસેજના ઓરિજનલ ડેટા માંગી શકાય છે

Updated By: Feb 25, 2021, 05:39 PM IST
શું નવી ગાઇડલાઇન બાદ ભારતમાં બેન થઈ જશે WhatsApp?

નવી દિલ્હી: સોશિયલ મીડિયાને (Social Media) લઇને ટેલિકોમ મંત્રી (Telecom Minister) રવિશંકર પ્રસાદે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જરૂરિયાત અનુસાર કોઇપણ પોસ્ટ-મેસેજના ઓરિજનલ ડેટા માંગી શકાય છે. ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓ માટે ગાઇડલાઈન (Guidelines) જારી કરી છે. ખરેખરમાં આ સોશિયલ મીડિયા પર રેગ્યૂલેશન લાવવા વિશે છે.

મંત્રીએ ઘણા મુદ્દાઓ જણાવ્યા છે, જેમાંથી એક એ છે કે જો કોઈ સોશિયલ મીડિયા (Social Media) પર છેતરપિંડી કરે છે, તો કંપનીએ તેના ઓરિજનલ સોર્સને શોધી કાઢે. પરંતુ WhatsApp નું કહેવું છે કે, તે આ કરી શકતા નથી. WhatsApp ઘણા સમય પહેલા જ કહ્યું હતું કે, અમે એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શનના (End to End Encryption) કારણે તે કરી શકતા નથી. પરંતુ આ વખતે તે માંગ નથી, પંરતુ ગાઇડલાઈન છે.

આ પણ વાંચો:- Reliance Jio નો 1004 રૂપિયાવાળો ધમાકેદાર પ્લાન, મળશે 200GB ડેટા, હોટસ્ટારની ફ્રી ઓફર

જો WhatsApp આ ગાઇડલાઈનને (Guidelines) ફોલો કરવાની ના પાડી દે છે તો એવામાં શું થશે? WhatsApp પર પ્રતિબંધ લગાવવામાં આવશે? WhatsApp ને લઇને પહેલા જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, WhatsApp પર આ જાણકારી મેળવી શકાતી નથી કે, કોઇપણ મેસેજનો ઓરિજનલ ડેટા ક્યા છે. એવામાં શું હવે WhatsApp ગાઇડલાઇન ના માને તો શું થશે? શું ભારતમાં બેન કરવામાં આવશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube