Migraine માં નેકમાં પણ થાય છે દુ:ખાવો, ડોક્ટર પાસેથી જાણો કયા સંકેતોને નજર અંદાજ ન કરો

આપણને ક્યારેકને ક્યારે માથામાં દુ:ખાવાની સમસ્યા તો રહે છે. પરંતુ આ માથાનો દુ:ખાવો સામાન્ય છે કે પછી માઇગ્રેન, તેની ઓળખ કરવી ખુબજ જૂરૂરી છે કેમ કે, માઇગ્રેન (Migraine) એક ન્યૂરોલોજિકલ બીમારી છે

Migraine માં નેકમાં પણ થાય છે દુ:ખાવો, ડોક્ટર પાસેથી જાણો કયા સંકેતોને નજર અંદાજ ન કરો

નવી દિલ્હી: આપણને ક્યારેકને ક્યારે માથામાં દુ:ખાવાની સમસ્યા તો રહે છે. પરંતુ આ માથાનો દુ:ખાવો સામાન્ય છે કે પછી માઇગ્રેન, તેની ઓળખ કરવી ખુબજ જૂરૂરી છે કેમ કે, માઇગ્રેન (Migraine) એક ન્યૂરોલોજિકલ બીમારી છે. જેની સમય પર સારવાર ન થયા તો ગંભીર સમસ્યા બની શકે છે. સામાન્ય રીતે માઇગ્રેનમાં માથાના અડધા ભાગમાં દુખાવો થયા છે અને સાથે જ ઘણી વખત ઉલ્ટી અને બેચેની (Nausea) જેવી સમસ્યા અનુભવાય છે. પરંતુ માઇગ્રેનનો દુ:ખાવો માત્ર માથા સુધી જ સિમિત નથી રહેતો પરંતુ શરીરના બીજા ભાગ સુધી પણ પહોંચી શકે છે.

પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા
માઇગ્રેનના દુ:ખાવાને લઇને અમે વાત દિલ્હીના મેક્સ હોસ્પિટલના ડોક્ટર સમીર મલ્હોત્રા સાથે કરી રહ્યા છીએ. ડો. સમીરે જણાવ્યું કે, માઇગ્રેનનો દુ:ખાવામાં કેટલાક લોકોને ફોનોફોબિયા (Phonophobia) હોય છે એટલે કે, મોટો અવાજ સાંભળી તેમને ચીડિયાપણું અનુભવ થવા લાગે છે. આ અવાજ ટ્રાફિકનો સામાન્ય અવાજ, રસોડામાંથી આવતો અવાજ, દરવાજો ખુલવા તથા બંધ થવાથી થતો અવાજ હોઇ શકે છે. તો, માઇગ્રેનના કેટલાક દર્દીઓને ફોટોફોબિયા (Photophobia) હોય છે એટલે કે, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અનુભવ થયા છે. તેજ અથવા ચમકદાર લાઇટથી આંખોમાં અગવડતા અનુભવ થવા લગે છે.

ચહેરા અને જડબામાં પણ થયા છે દુ:ખાવો
ડો. સમીરે વધુમાં જણાવ્યું કે, ઘણી વખત માઇગ્રેનના કારણે ચહેરા અને જડબામાં પણ દુખાવો (Jaw Pain) થવા લાગે છે. તેનું કારણ એ છે કે, બ્રેઇનથી ચહેરા તરફ આવતી એક નસ છે. જેને ટ્રાઇજેમિનલ નસ કહેવામાં આવે છે. જ્યારે માઇગ્રેનના કારણે થતા દુ:ખાવો આ નસને પ્રભાવિત કરે છે તો માથામાં દુ:ખાવો થવાની સાથે કેટલાક લોકોને ચહેરા અને જડબામાં પણ દુ:ખાવો થવા લાગે છે.

માઇગ્રેનના દર્દીઓમાં નેકમાં દુ:ખાવાની (Neck Pain) સમસ્યા પણ થઈ શકે છે. લગભગ 40 થી 42 ટકા દર્દીઓ જેમને માઇગ્રેનનો એટેક આવે છે તેમને નેકમાં પણ દુ:ખાવો થાય છે. ઘણી વખત નેકમાં થતો દુ:ખાવો આ વાતનો ગંભીર સંકેત હોઇ શકે છે કે, તમને માઇગ્રેનનો દુ:ખાવો શરૂ થવાનો છે. 80 ટકા કેસમાં તો નેકનો દુ:ખાવો માઇગ્રેનના બાકી લક્ષણ- ફોટોફોબિયા, બેચેની, માથામાં દુ:ખાવાની સાથે શરૂ થયા છે. પરંતુ કેટલાક દર્દીઓમાં માઇગ્રેનના બાકી લક્ષણ શરૂ થાય તે પહેલા નેકમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે અને બાકી લક્ષણોના સ્વસ્થ થયા બાદ પણ નેકમાં દુ:ખાવો રહે છે.

આ વસ્તુમાં પણ ટ્રિગર હોઇ શકે છે માઇગ્રેન
ડો. સમીરનું માનીએ તો ઘણી વખત માઇગ્રેનનો દુખાવો ખાવા પીવાની વસ્તુ જેમ કે, ઇંડા, ખાટા ફળ, કેફીન, ડેરી પ્રોડક્ટ્સ, આલ્કોહોલ, ભારે સ્મેલવાળી વસ્તુઓ, હવામાનમાં અચાનક ફેરફાર અથવા ઘણો વધારે સ્ટ્રેસ એટલે કે તણાવ લેવાના કારણે પણ ટ્રિગર (Trigger) થઇ શકે છે. તેથી તમારે માઇગ્રેન કયા કારણથી શરૂ થઈ રહ્યું છે, તેની જાણકારી મેળવવી જરૂરી છે જેથી તે વસ્તુઓથી દૂર રહી તમે માઇગ્રેન એટેકને રોકી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news