નવી દિલ્હીઃ બુધવારે હાજર હજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં  (Gold Rate) 92 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. તેનાથી દિલ્હીમાં સોનાનો ભાવ 48424 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો છે. તેનાથી પાછલા સત્રમાં એટલે કે મંગળવારે સોનાનો ભાવ 48516 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાજર બજારમાં ચાંદીની કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમામે દિલ્હીમાં ચાંદીની કિંમતમાં 414 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ ચાંદીની કિંમત 70,181 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે. તેનાથી પાછલા સત્રમાં ચાંદીની કિંમત 70595 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.


આ પણ વાંચોઃ પોતાના EPFO ખાતાને હજુ AADHAR સાથે લિંક ન કર્યું હોય તો કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો 


વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1893 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. તો ચાંદીની કિંમત 27.65 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહી છે. 


એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ તપન પટેલ) એ કહ્યુ- ડોલરમાં ઉતાર-ચઢાવને કારણે સોનામાં એક રેન્જમાં ટ્રેડિંગ થઈ કારણ કે ટ્રેડર્સ અને રોકાણકાર અમેરિકાના મોંઘવારી દર સાથે જોડાયેલા આંકડાની રાહ જોઈ રહ્યાં છે. 


તો મોતીલાલ ઓસવાલના નવનીત દામાણીએ કહ્યુ- સોનાના ભાવમાં એક રેન્જમાં ટ્રેડિંગ જોવા મળી કારણ કે અમેરિકાની નાણાકીય નીતિ સાથે જોડાયેલા આંકડા અને આ સપ્તાહે યૂરોપીય સેન્ટ્રલ બેન્કની આ સપ્તાહે થનારી પોલિસી મીટિંગ પહેલા કોઈ મોટો દાવ લગાવવાથી બચી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube