પોતાના EPFO ખાતાને હજુ AADHAR સાથે લિંક ન કર્યું હોય તો કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો
EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક નિયમમાં ફેરફાર કર્યો છે. જેનાથી નોકરી કરનારા માટે મુશ્કેલી આવી શકે છે.
Trending Photos
નવી દિલ્લી: 6 કરોડથી વધારે EPFO સભ્યો માટે 1 જૂનથી કેટલાંક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. EPFOએ સોશિયલ સિક્યોરિટી કોડ 2020 અંતર્ગત આ નિર્ણય લીધો છે. આ નિયમ અનુસાર જે ખાતાધારકોનું 1 જૂનથી એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તેમનું ઈલેક્ટ્રોનિક ચલણ એટલે રિટર્ન ભરાશે નહીં. તેનાથી ખાતાધારકોને પીએફ એકાઉન્ટમાં જે કંપની તરફથી શેર આપવામાં આવે છે. તે મળવામાં મુશ્કેલી થશે. કર્મચારીઓને માત્ર પોતાનો જ શેર એકાઉન્ટમાં જોવા મળશે.
શું છે નવો નિયમ:
આ નિયમ અંતર્ગત બધા એકાઉન્ટ હોલ્ડર્સનો UAN પણ આધાર વેરિફાઈડ હોવું જરૂરી છે. એવામાં તમે EPFOની સત્તાવાર વેબસાઈટ પર જઈને સૌથી પહેલાં એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરી લો અને UANને પણ આધાર વેરિફાઈડ કરી લો. જેથી તમારા ખાતામાં કંપની તરફથી જમા થનારી રકમમાં કોઈ મુશ્કેલી ન આવે. ત્યારે કેવી રીત કરશો પીએફ ખાતાને આધાર કાર્ડ સાથે લિંક.
સૌથી પહેલાં EPFO પોર્ટલ epfindia.gov.in પર જાઓ અને આપેલ સ્ટેપ્સને ફોલો કરો.
epfindia.gov.in પર લોગ ઈન કરો.
'Online Services' ઓપ્શનમાં 'e-KYC portal' પર જાઓ અને Link UAN Aadhaar પર ક્લિક કરો.
અહીંયા UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સબમિટ કરો.
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.
હવે OTP અને 12 આંકડાનો આધાર નંબર સબમિટ કરો.
તેના પછી સબમિટ બટન પર ક્લિક કરો.
હવે OTP વેરિફિકેશન પર ઓપ્શન પર ક્લિક કરો.
તમારી આધાર વિગતની સત્યતા માટે તમારા આધાર નંબર સાથે જોડાયેલ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી રાખો.
EPFO તમારા આધાર-ઈપીએફ લિંકિંગને ઓથેન્ટિકેશન માટે તમારા Employerનો સંપર્ક કરશે. એક વાર જ્યારે રિક્રૂટર તમારા આધાર સીડિંગને EPF ખાતા સાથે પ્રમાણિત કરી લેશે ત્યારે તમારું EPF ખાતું તમારા આધાર નંબર સાથે જોડાઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે